Site icon Revoi.in

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન,સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી,આયાત કરવા માટે નથી બચ્યા પૈસા   

Social Share

દિલ્હી:પાકિસ્તાનમાં આર્થિક સંકટ એટલું વધી ગયું છે કે,હવે લોકોને ચા ઓછી પીવાનું કહેવામાં આવ્યું છે. જેથી દેશની અર્થવ્યવસ્થાને ખાડે જવાથી બચાવી શકાય.દેશના વરિષ્ઠ મંત્રી અહસાન ઈકબાલે કહ્યું છે કે,પાકિસ્તાનના ઊંચા આયાત બિલને ઓછા કપ ચા પીવાથી ઘટાડી શકાય છે. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર એટલો ઓછો થઈ ગયો છે કે તેમાં માત્ર બે મહિનાના આયાતના નાણાં બચ્યા છે.તેના માટે ભંડોળની તાતી જરૂરિયાત છે.

પાકિસ્તાનની વાત કરીએ તો તે વિશ્વનો સૌથી મોટો ચા આયાત કરતો દેશ છે.તેણે ગયા વર્ષે  600 મિલિયન ડોલરની ચા ખરીદી હતી.પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈકબાલનું કહેવું છે કે, ‘હું દેશને એક કે બે કપ ઓછી ચા પીવાની અપીલ કરવા માંગુ છું કારણ કે અમે લોન લઈને ચાની આયાત કરીએ છીએ. દુકાનોના સ્ટોલને 8:30 વાગ્યે બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાનના મંત્રીએ ચાને લઈને આ અપીલ એવા સમયે કરી છે જ્યારે દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. જેના કારણે સરકારને આયાત ખર્ચ ઘટાડવાની ફરજ પડી છે. જેથી દેશમાં વિદેશી હૂંડિયામણનો ભંડાર જળવાઈ રહે. આ સાથે, ચાના ઓછા વપરાશની આ અપીલને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકો કહે છે કે દેશની આર્થિક સ્થિતિ એટલી બગડી ગઈ છે કે ચા પર પણ કાપ મૂકવો પડે છે.ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 16 બિલિયન ડોલર થઈ ગયો.ત્યારપછી જૂનના પ્રથમ સપ્તાહમાં તે વધીને 10 બિલિયન ડોલર થઈ ગયું.જે આગામી બે મહિના માટે તમામ પ્રકારની આયાત માટે ભાગ્યે જ પૂરતું હશે.