દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાનએ SAARC સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું હોવાનું જાણવા મળે છે. જો કે, ભારતને હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં જ આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે સાર્ક સંમેલનનું પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવશે. જો કે, કોરોના મહામારીને સાર્ક દેશની બેઠક ટળવાની શકયતા જોવાઈ રહી છે.
પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે પાકિસ્તાન સાથે સંબંધ ટુંકાવ્યાં છે. આતંવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ વિવિધ મંચ ઉપર ભારતના આ પગલાનો વિરોધ કર્યો હતો. જો કે, તમામ મોરચે પાકિસ્તાનને તેની ભાષામાં જ ભારતે જવાબ આપ્યો હતો. દરમિયાન પાકિસ્તાને સાર્ક સંમેલન માટે ભારતને આમંત્રણ આપ્યું હોવાથી હવે દુનિયાના તમામ દેશોની નજર ભારત ઉપર મંડાયેલી છે કે, ભારત તરફથી શું નિર્ણય લેવામાં આવે છે. જો કે, ભારતને હજુ સુધી સાર્ક સંમેલનને લઈને આમંત્રણ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે.