- કલમ 370 હટાવવાને 2 વર્ષ પુરા
- પાકિસ્તાન કાશ્મીર મામલે સતત પેટમાં તેલ રેડાઈ રહ્યું છે
- પાકિસ્તાનને UN ને પત્ર લખીને ફરી કલમ 370 હટાવવા કહ્યું
દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે 2 વર્ષ પુરા થયા છે, જો કે આ મામલે પાકિસ્તાન અવારનવાર તેની નારાક હરકત થકી આ કલમ હટાવવા અંગે ધેર ઓક્તું આવ્યું છે, ત્યારે 2 વર્ષ બાદ પણ પાકિસ્તાનને જપ નથી, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્રને બીજો પત્ર લખીને ભાર મૂક્યો છે કે સંપર્ક અને પરિણામ આધારિત વાતચીત માટે “અનુકૂળ વાતાવરણ” બનાવવાની જવાબદારી ભારત પર છે અને જમ્મુ-કાશ્મીરમાં 5 ઓગસ્ટ, 2019 ના રોજ નવી દિલ્હી અથવા તે પછી લીધેલા પગલા પાછા ખેંચી લેવા જોઈએ.
કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને લખેલા પત્રમાં ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 ની કેટલીક જોગવાઈઓ રદ્દ કર્યાના બે વર્ષ પુરા થયાના પ્રસંગે આ વાત કહી હતી.
5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતની સંસદે જમ્મુ -કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને રદ કરી દીધી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું. ભારત સરકારે જમ્મુ -કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના સંબંધો કાપી નાખ્યા હતા અને વેપાર સ્થગિત કર્યો હતો. જો કે ,ભારતીય બંધારણની કલમ 370 થી સંબંધિત બાબત સંપૂર્ણપણે દેશની આંતરિક બાબત છે.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન પ્રમાણે, “વિદેશ મંત્રી કુરેશીએ તેમના પત્રમાં ભાર મૂક્યો હતો કે જોડાણ અને પરિણામલક્ષી વાતચીત માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જવાબદારી હાલ ભારત પર છે.” આ પ્રકારનું વાતાવરણ બનાવવા માટે, ભારતે 5 ઓગસ્ટ, 2019 ના રોજ અને પછી જમ્મુ -કાશ્મીરમાં લેવાયેલા એકપક્ષીય અને ગેરકાયદેસર પગલાંને પાછો ખેંચી લેવો જોઈએ અને જમ્મુ -કાશ્મીરમાં શરુ કરવામાં આવેલા વસ્તી વિષયક બદલાવને રજ કરવો જોઈએ.
આ ઉપરાંત આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અને કાશ્મીરી લોકોની ઇચ્છાઓ અનુસાર જમ્મુ અને કાશ્મીર મુદ્દાનું યોગ્ય સમાધાન દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ માટે જરૂરી છે.
કુરૈશી દ્રારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરીઓના આત્મનિર્ણયના અધિકારની ખાતરી આપતા પ્રસતાવોના અમલીકરણની ખાતરી કરવા માટે તેની જવાબદારી પૂરી કરે. ભારતનું કહેવું છે કે જમ્મુ -કાશ્મીર તેનો અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. ભારતે પહેલેથી જ ઇસ્લામાબાદને કહ્યું છે કે જમ્મુ -કાશ્મીરને લગતા મુદ્દાઓ તેની આંતરિક બાબત છે અને દેશ પોતાની સમસ્યાઓ ઉકેલવા માટે સક્ષમ છે.