- અફઘાનની સ્થિતિ માટે પાકિસ્તાન છે જવાબદાર
- એક્સપર્ટે કેટલાક કારણો ગણાવ્યા
- પાકિસ્તાનના કારણે આજે એફઘાનની આ હાલત થઈ
- તાલિબાનની અફઘાનમાં હુકુમતમાં પાકિસ્તાનનો ફાળો
દિલ્હીઃ- તાજેતરમાં જે રીતે અફઘાનિલ્તાનના લોકોએ પોતાનો જ દેશ છોડવાનો વખત આવ્યો છે તે સ્થિતિને જોતા સૌ કોઈનું હ્દય હચમચી ઉઠે છે, તાલિબાન દ્રારા સતત આતંક ફેલાવીને સમગ્ર અફઘાનને પોતાના બાનમાં લેવામાં આવ્યું છે, નિષ્ણાંતોના પ્રમાણે ક્યાંકને ક્યાક આ માટે પાકિસ્તાન જવાબદાર છે.સેન્ટર ફોર પોલિટિકલ એન્ડ ફોરેન અફેર્સના પ્રમુખ ફેબિયન બોસાર્ટે આ બાબતને લઈને જણાવ્યું હતું કે ‘અફઘાનિસ્તાનના નાગરિકો પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવી રહ્યા છે કારણ કે તેણે તાલિબાનને આશ્રય આપ્યો છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયેલમાં બોસાર્ટે લખ્યું હતું કે 2001 માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તાલિબાનોએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના વિસ્તારોને પોતાનો અડ્ડો બનાવ્યો હતો’.
સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા માટે પાકિસ્તાન અને તેની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યી છે. લોકો પાકિસ્તાન સામે ગુસ્સો ઠાલવી રહ્યા છે. “તાલિબાન દ્વારા જીત જાહેર કર્યા પછી તરત જ ટ્વિટર પર #sanctionpakistan ટ્રેન્ડ થયેલું જોવા મળી રહ્યું છે, આ હેશટેગનો 7 લાખ 30 હજાર વખત ઉપયોગ કરવામાં આવ્યો હોવાના એહવાલ મળી રહ્યા છે. આ હેશટેગનો 37 ટકા ઉપયોગ અફઘાનિસ્તાનમાં જ થયો છે.
બાઉસેર્ટે વધુમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પણ તાલિબાનને ટેકો આપીને અફઘાનના લોકોને ચ્રાસ આપવા માટે ખુલ્લેઆમ પાકિસ્તાનનું નામ લીધું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ કહ્યું હતું કે તાલિબાન લશ્કરી સંગઠન નથી પણ સામાન્ય નાગરિકો છે.
બોસાર્ટના કહેવા પ્રમાણે ઘણા અફઘાન અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પણ જોયું છે કે પાકિસ્તાનની મદદ વગર તાલિબાન દેશ પર કબજો કરી શકે જ નહીં. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે થોડા વર્ષો પહેલા સ્વીકાર્યું હતું કે તાલિબાનના જન્મ માટેઆઈએસઆઈ ખાસ જવાબદાર છે કારણ કે અફઘાન સત્તાવાળાઓ અને સૌથી મોટા વંશીય જૂથ ભારતનું સમર્થન કરે છે. મુશર્રફે કહ્યું કે, દેખીતી રીતે અમે પાકિસ્તાન સામેની આ ભારતીય કાર્યવાહીનો સામનો કરવા માટે કેટલાક જૂથો શોધી રહ્યા હતા.
આમ જો આ રીતે આપણે જોવા જઈએ તો તાલિબાનની આતંકી ઉપજ પાછળ પાકિસ્તાન પુરેપુરુ જવાબદાર ગણાવી શકાય, તાલિબાનને પાકિસ્તાનનું સમર્થન પાકિસ્તાનમાં અનેક આતંકવાદી સંગઠનોના જન્મ તરફ દોરી ગયું છે,