- ભારત ફરી એકવાર કરી શકે છે સર્જિકલ સ્ટ્રાઈક
- ગભરાયેલ પાકિસ્તાને સેનાને કર્યા એલર્ટ
- સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે કાર્યવાહી
અમદાવાદ: ભારતની સર્જિકલ સ્ટ્રાઈકથી ચોંકી ગયેલા પાકિસ્તાનને ફરીથી ડર સતાવી રહ્યો છે. તેને ડર છે કે, ભારત તરફથી આ પ્રકારની કાર્યવાહી ફરી થઈ શકે છે. તેમને આશંકા છે કે, એલઓસી અને પાક સીમા પર ફરીથી ભારત મોટી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાન તેનાથી એટલું ગભરાઈ ગયું છે કે, તેણે પોતાની સેનાને હાઈ એલર્ટ પર રાખી દીધી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારત આ પગલું ખેડૂત વિરોધ પ્રદર્શનમાંથી ધ્યાન હટાવવા માટે લઈ શકે છે.
સૈન્ય સૂત્રોના હવાલેથી આ દાવો કરતા લખ્યું છે કે, ભારત આંતરિક અને બાહ્ય દબાણથી ધ્યાન હટાવવા માટે ખોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. પાક મીડિયાએ લખ્યું છે કે, લદ્દાખ અને ડોકલામમાં તેની ‘હાર’ છુપાવવા માટે ભારત આવું કરી શકે છે. ભારતની તૈયારી એલઓસી અને ભારત-પાક સીમા પર હુમલો કરવાની તૈયારી કરી રહી છે. હુમલો થવાની સંભાવનાને જોતા પાકિસ્તાની સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે કાર્યવાહી
સૈન્ય સુત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે, ભારત ખોટી કામગીરી ચલાવી શકે છે, જેથી લઘુમતીઓ સાથેના વર્તન,ખેડૂત આંદોલન અને કાશ્મીર મુદ્દા જેવી આંતરિક સમસ્યાઓનું ધ્યાન રાખી શકાય. ગભરાયેલા પાકિસ્તાને એ પણ દાવો કર્યો છે કે, આંતરરાષ્ટ્રીય મીડિયા અને સંગઠનોમાં મળેલી ટીકાથી ભારત અસ્વસ્થ થઈ રહ્યું છે.
અત્યાર સુધી બે વાર થઇ ચુકી છે સ્ટ્રાઈક
ભારતે બે વખત આવી સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. 2016 માં ભારતીય સૈન્યના પેરા કમાન્ડોઝએ ઉરી સૈન્ય કેમ્પ પર થયેલા હુમલાના બદલામાં પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને ઘણા આતંકવાદીઓના ઠેકાણાઓનો ખાત્મો કર્યો હતો. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ અને પાક સૈનિકો માર્યા ગયા હતા. ગયા વર્ષે પુલવામાના બદલામાં ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી અને આતંકવાદીના કેમ્પોનો ખાત્મો કરી દીધો હતો.
-દેવાંશી