પાકિસ્તાનના ટેલિવિઝન પત્રકાર હામિદ મીરને ગુરુવારે સોશયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો છે. હામિદ મીરે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર સાથે તિબેટના સૌથી મોટા ધર્મગુરુ અને ભારતમાં નિરાશ્રિત તરીકે જીવન ગુજારી રહેલા દલાઈ લામાની સરખામણી કરીને હદ વટાવી છે. દલાઈ લામાને ભગવાન બુદ્ધ અને ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે તિબેટ અને ભારત સહીતના દુનિયાભરના બૌદ્ધો જોવે છે. પરંતુ આતંકીઓના આકાઓની આરતી ઉતારવામાં મશગૂલ પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે નોબલ શાંતિ પુરષ્કાર મેળવનારા અને વિશ્વ શાંતિની વાત કરનારા તથા તિબેટિયનો માટે અહિંસક રાહે ચીનની સરમુખત્યારશાહી સામે અધિકારોની માગણી કરનારા દલાઈ લામાની આતંકવાદી મસૂદ અઝહર સાથે સરખામણી કરીને પાકિસ્તાની પત્રકારત્વનો ચહેરો ઉજાગર કર્યો છે.
લોકોએ તેના ઉપર હામિદ મીરનો ક્લાસ લગાવ્યો છે અને કહ્યુ છે કે લખવાથી પહેલા કંઈક તો વિચારે. પોતાના (પાકિસ્તાનના) આતંકવાદને છોડો, ઓછામાં ઓછું મારા નામ (લામા)નો તો ખ્યાલ કરો. અમને લાગે છે કે માત્ર બેવકૂફ લોકો જ આ બંનેની વચ્ચે સરખામણી કરી શકે છે.
કેટલાક યૂઝર્સે મજા લેતા હામિદ મીરને ખરીખોટી સંભળાવી છે. તેવામાં લોકોએ ટ્વિટ્સમાં લખ્યું છે કે દલાઈ લામા જ્યાં પણ જાય છે, તેમનું ત્યાં સમ્માન થાય છે. તેઓ નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા પણ છે. પરંતુ જ્યારે પણ પાકિસ્તાની પીએમ અમેરિકા અને બ્રિટન જેવા દેશમાં જાય છે, ત્યારે તેમના કપડા ઉતારાવીને તેમનું ચેકિંગ કરવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાને લઈને અમેરિકા, ફ્રાંસ તથા બ્રિટનના પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ચીને અડંગાબાજી કરી છે. ચીને અઝહરનો બચાવકર્યો અને કહ્યુ છે કે તે ઈચ્છે છે કે આ મામલાનો વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવે.
પાકિસ્તાની પત્રકારે આને લઈને ધ સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલને શેયર કર્યો હતો. અખબારના આ રિપોર્ટમાં ચીનને ટાંકીને દલાઈ લામાને આતંકવાદી કહેવામાં આવ્યા હતા. બુધવારે પાકિસ્તાની પત્રકારત્વનું સ્તર ઉજાગર કરતા હામિદ મીરે તેની સાથે લખ્યું હતું કે એ સમજવું બેહદ આસાન છે કે ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાનો બચાવ કેમ કર્યો. ભારત ચીનના દુશ્મનને દશકાઓથી રાજ્યાશ્રય આપી રહ્યું છે અને તેમનું નામ દલાઈ લામા છે.