પાકિસ્તાને સીમા ક્રોસ કરીને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, આઠના મોત
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનની મોટી નિંદા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યાં છે. જેમાં આઠ વ્યક્તિના મોત થયાં છે. તાલિબાનને આને દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન જણાવ્યું હતું. આ હુમલામાં અનેક મહિલા અ બાળકોના મૃત્યુ થયાં છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના શાસન બાદ બંને દેશ વચ્ચે સતત સીમા વિવાદ વધુ વકર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, આતંકવાદીઓ સતત સરહદ ઉપર હુમલા કરે છે. પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લગભગ 3 કલાકે પાકિસ્તાની વિમાનોએ પાકિસ્તાનની સીમા નજીક ખોસ્ત અને પક્તિકા પ્રાંતના ઘરો ઉપર બોમ્બમારી કરી છે.
પાકિસ્તાનના વિસ્તારમાં શનિવારના રોજ એક હુમલો થયો હતો તેમાં સાત વ્યક્તિઓના મોત થયા હતા જે બાદ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ જવાબી કાર્યવાહીની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સીમા પાર કરવાની સાથે જરુર પડશે તો લોકોના ઘરમાં ઘુસીને આતંકીઓનો ખાતમો બોલાવશે. જાણકારોના જણાવ્યા અનુસાર તાલિબાનની સત્તામાં ફરીથી એન્ટ્રી બાદ પૂર્વ જનજાતિય વિસ્તારમાં આતંકવાદીઓનું મનોબળ વધ્યું છે. ટીટીપી સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2022માં પાકિસ્તાની સૈન્ય હેલીકોપ્ટરોએ સીમા નજીક અફઘાન વિસ્તારમાં હુમલો કર્યો હતો જેમાં 47 લોકોના મોત થયાં હતા. પક્તિકાના બરમાલ જિલ્લાના ઘરો ઉપર હુમલો કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેથી સીમા ઉપર અવાર-નવાર હુમલા બની રહ્યાં છે.