નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધો તંગ છે, બીજી તરફ પાકિસ્તાન ભારતને પરેશાન કરવા માટે આતંકવાદ સહિતની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. હવે ફરી એકવાર પાકિસ્તાને એવી હરકત કરી છે જેના કારણે ભારતીયોમાં રોષ ફેલાયો છે. પાકિસ્તાન સરકારે પાકિસ્તાન શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (પીએસજીપીસી)માં ખાલિસ્તાન સમર્થકોને સ્થાન આપ્યું છે. જેને લઈને ભારત સરકારે પણ નારાજગી વ્યક્ત કરી છે.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાન સરકારે તાજેતરમાં જ પીએસજીપીસીમાં 13 સભ્યોને પ્રવેશ આપ્યો છે. જેમાં રમેશસિંહ અરોડા, તારા સિંહ, જ્ઞાન સિંહ ચાવલા, સરવંતસિંહ, સતવંત કૌર, હરમીત સિંહ, મહેશ સિંહ, ભાગવત સિંહ, સાહિબ સિંહ અને મામપાલ સિંહનો સમાવેશ થાય છે. ભારતની નારાજગી રમેશ સિંહ અરોડાને લઈને છે. તે મંજીત સિંહ પિંકાનો બનેવી છે. પિંકા 1984માં શ્રીનગરથી લાહોર જતા વિમાનને હાઈઝેક કરવાના કેસમાં વોન્ટેડ છે. આ ઉપરાંત તારા સિંહને લઈને નારાજગી વ્યક્ત કરી છે. લખબીર સિંહ રોડેનો સંબંધી છે તારા સિંહ. લખબીર સિંહ પ્રતિબંધિત ખાલિસ્તાની લિબ્રેશન ફોર્સ અને ઈન્ટરનેશન શિખ યુથ ફેડરેશનનો ચીફ હતો. રોડેનું ગયા વર્ષે પાકિસ્તાનમાં મોત થયું છે. આવી જ રીતે મહેશ સિંહ પણ રેડેનો નજીકનો માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં કમિટીમાં સામેવ જ્ઞાન સિંહ ચાલકા અને મીમપાલ સિંહ પણ ભારત વિરોધી મોરચામાં જોડાયેલો છે. શિખ સમાજે પણ આ નિમણુંકનો વિરોધ કર્યો છે. અરોડાને પાકિસ્તાનમાં પ્રતિષ્ઠિત સિતારા એ ઈમ્તિયાઝ પુરુસ્કારથી સન્માનિત કર્યો હતો.