Site icon Revoi.in

હિંદુ યુવતીઓને મુસ્લિમ બનાવવાનું “મિશન” : પાકિસ્તાની મૌલવી

Social Share

પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓને કિડનેપિંગ બાદ તેમના બળજબરીથી ધર્માંતરણ કરાવીને નિકાહ કરાવવાના મામલા સતત સામે આવી રહ્યા છે. આ મુદ્દો તાજેતરમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પણ ઉઠ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હાલ અમેરિકાની મુલાકાતે છે. તેવામાં અમેરિકાના દશ સાંસદોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો છે. આ સાંસદ ચાહે છે કે ટ્રમ્પ ઈમરાન ખાન સાથે આ મામલે સીધા વાત કરે. તેની વચ્ચે સિંધના એક મૌલવીએ હિંદુ યુવતીઓના ધર્માંતરણની વાતને કબૂલી છે અને તેના પર મોટું નિવેદન પણ આપ્યું છે.

દૈનિક ભાસ્કરના અહેવાલ પ્રમાણે, મૌલવી અબ્દુલ ખાલિક મીથાએ કબૂલાત કરી છે કે તે હિંદુ યુવતીઓને મુસ્લિમ બનાવવાનું મિશન ચલાવી રહ્યો છે. આ કામ તે ઘણાં વર્ષોથી કરી રહ્યો છે. આગળ પણ તેને ચાલુ રાખશે. રિપોર્ટ પ્રમાણે, મીથાએ એમ પણ દાવો કર્યો છે કે તેના નવ બાળકો પણ આ મિશન પર કામ કરશે, કારણ કે તેના પૂર્વજોએ પણ આ કામ કર્યું હતું.

પાકિસ્તાનના માનવાધિકાર પંચના તાજેતરના અહેવાલ પ્રમાણે, સિંધ પ્રાંતમાં જ ધર્માંતરણનો સૌથી મોટો અડ્ડો છે. ગત વર્ષ એકલા સિંધમાં જ લઘુમતી હિંદુ સમુદાયના ધર્માંતરણના એક હજારથી વધારે મામલા સામે આવ્યા છે. આ કામ ધરકી શહેરની ભરચૂંદી દરગાહમાં થાય છે. તેનો મૌલવી અબ્દુલ ખાલિક મીથા છે. તેને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનો નિકટવર્તી માનવામાં આવે છે. અહીંના સામાજીક કાર્યકર્તાઓ પ્રમાણે, ગત નવ વર્ષોમાં 450 હિંદુ યુવતીઓના ધર્માંતરણ આ દરગાહમાં કરાવવામાં આવ્યા હતા.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, મીથા કહે છે કે હા, મે હિંદુ યુવતીઓના ધર્માંતરણ માટે દરગાહમાં વ્યવસ્થા કરી છે. હું યુવતીઓને તેમના ઘરેથી દરગાહ સુધી લાવવા માટે કોઈ ટીમ મોકલોત નથી. તેઓ પોતાની ઈચ્છાથી અહીં આવે છે. માટે હું તેમના નિકાહની વ્યવસ્થા કરું છું. મારા પૂર્વજોએ હિંદુઓના ધર્માંતરણ કરાવીને ઈસ્લામની સેવા કરી છે. હું પણ આ પાક મિસન પર છું અને મારા બાળકો પણ આ માર્ગ પર ચાલશે.

મીથાનો દાવો છે કે ભારતમાં ઘરવાપસી કેમ્પેન એટલા માટે જલ્દી ઠંડુ પડી ગયું, કારણ કે પાકિસ્તાનમાં કોપણ હિંદુ યુવતીની સાથે જબરદસ્તી કરાઈ રહી નથી. ઘરવાપસી કેમ્પેન પાકિસ્તાન અને ઈસ્લામને નીચું દેખાડવા માટે જ હતું. જો પાકિસ્તાનમાં એકપણ હિંદુ યુવતી પર દબાણ કરીને જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતો, તો ભારત સૌથી પહેલા યુએનમાં જાત.

78 વર્ષના મૌલવી અબ્દુલ ખાલિક મીથા નવ બાળકોનો પિતા છે. તેની પત્નીનું મૃત્યુ થયું છે અને તે 78 વર્ષે ફરીથી નિકાહ કરવા માગે છે. રિપોર્ટ પ્રમાણે, તે કહે છે કે મારા ફોલોઅર્સ ચાહે છે કે હું એક વધુ નિકાહ કરું. માટે મારા માટે દુલ્હન પણ શોધી રહ્યો છું. મારી ખ્વાહિશ છે કે નવી બેગમ હિંદુસ્તાનથી હોય.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં હિંદુઓ વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ લાંબા સમયથી થતી રહ છે. લગભગ દરરોજ ત્યાં લઘુમતીઓની વિરુદ્ધ આવી ઘટનાઓ થાય ચે. જો કે ઘણી ઓછી ઘટનાઓ સમાચાર બની શકે છે, કારણ કે મોટાભાગની ઘટનાઓને પાકિસ્તાનની સરકાર અને સિસ્ટમ જ પોતાના સ્તરે દબાવી દે છે.

પાકિસ્તાનથી દર વર્ષે હજારો હિંદુ પરિવારો ભાગીને ભારતમાં શરણ લેતા હોય છે અને ભારતીય નાગરીકતાની ગુહાર પણ લગાવે છે. ગત પાંચ વર્ષોમાં ભારત સરકારે ઘણી મોટી સંખ્યામાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થી હિંદુઓને નાગરીકતા આપી છે. ભારતમાં એક અનુમાન પ્રમાણે બે લાખથી વધારે હિંદુ શરણાર્થીઓ દેશના વિભિન્ન વિસ્તારોમાં આશ્રય લઈ રહ્યા છે. એકલા રાજસ્થાનમાં જ હિંદુ શરણાર્થીઓની સંખ્યા સવા લાખની આસપાસ છે. તેઓ પોતાના દેશમાં પાછા ફરવા ઈચ્છતા નથી.