પાકિસ્તાનના સાંસદનું ભડકાઉ નિવેદન, કહ્યુ પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો
- પાકિસ્તાનના સાંસદ મૌલાના ચિત્રાલીનું નિવેદન
- પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો: પાકિસ્તાની સાંસદ
- ભડકાઉ નિવેદન પાકિસ્તાન માટે વધારી શકે છે મુશ્કેલી
દિલ્લી: પાકિસ્તાન દ્વારા અવાર-નવાર પોતાના પરમાણું બોંબને લઈને ભારતને ધમકીઓ આપવામાં આવતી જ હોય છે. ભારતને પાકિસ્તાનની આ પ્રકારની ખોટી ધમકીથી કાઈ ફરક પડતો નથી, પણ હવે પાકિસ્તાનના સાંસદ દ્વારા ભડકાઉં નિવેદન આપવામાં આવ્યું છે. જે પાકિસ્તાના દુશ્મનો ઉભા કરી શકે છે.
પાકિસ્તાનના સાંસદ ચિત્રાલી મૌલાના દ્વારા કહેવામાં આવ્યું કે પેલેસ્ટાઈન પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હૂમલા અને કાશ્મીરની આઝાદી માટે પાકિસ્તાન સરકારે પરમાણુ બોંબનો ઉપયોગ કરતા ન અચકાવુ જોઈએ. આપણી પાસે જે પરમાણુ બોંબ છે તે મ્યુઝિયમમાં સજાવવા માટે નથી. જો આપણે કાશ્મીર અને પેલેસ્ટાઈનને આઝાદ ન કરાવી શકીએ તો આપણે મિસાઈલ, પરમાણું બોંબ અને વિશાળ સેનાની જરૂર નથી.
પાકિસ્તાનના સાંસદ દ્વારા વધારે ભડકાઉ નિવેદન આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે સરકારે યહૂદી દેશ પર પરમાણુ બોમ્બથી હુમલો કરવો જોઇએ. તેણે કહ્યું, શું અમે બાળકોને બતાવવા માટે અણુ બોમ્બ અને મિસાઇલો બનાવી છે? જો આપણે કાશ્મીર અને પેલેસ્ટાઇનને બચાવવા માંગતા હોય તો આપણે તેનો ઉપયોગ કરવો પડશે. નહીં તો મુસ્લિમ દેશો પર ધીરે ધીરે પ્રેશર વધતુ જશે.
પેલેસ્ટાઈન પર કરવામાં આવતા હૂમલાનો સૌથી વધારે વિરોધ અત્યારે તુર્કી અને તે બાદ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ બાબતે તેઓ વૈશ્વિક મંચને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ સાઉદી અરબના વિદેશમંત્રી સાથે વાત કરી હતી અને આ બાબતે પેલેસ્ટાઈનનો સાથ આપવાની વાત કરી હતી.
શાહ મહેમુદ કુરેશીએ સંસદમાં પણ પાકિસ્તાની નાગરિકોને ઈઝરાયલનો વિરોધ કરવાની અપીલ કરી હતી. અને શુક્રવારના દિવસે પાકિસ્તાન પર કરવામાં આવેલા હૂમલાનો વિરોધ શાંતિપુર્ણ રીતે કરવાનું કહ્યું હતુ.