પાકિસ્તાનઃ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો દીકરો સામાન્ય ચૂંટણી લડશે, રાજકારણ ગરમાયું
નવી દિલ્હીઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિદ સઈદે PMML પાર્ટીના ઉમેદવારને સમર્થન આપ્યું, પુત્ર તલ્હાને ટિકિટ આપી
પાકિસ્તાનમાં સામાન્ય ચુટણીને લઈને હલચલ વધુ તેજ થઈ ગઈ છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં સામાન્ય ચુંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. હેરાનીની વાર એ છે કે 2008માં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિદ સઈદેની રાજકીય પાર્ટી પણ આ ચુંટણીમાં ઉમેદવાર ઉભો કર્યોં છે. હાફિદ સઈદએ પોતાના રાજકીય સંગઠનથી રાષ્ટ્રીય અને પ્રાંતિય વિધાનસભા ક્ષેત્રોમાં પોતાનો નવો ઉમેદવાર ઉભા કર્યો છે.
લશ્કર-એ-તૈયબા(એલઈટી)ના સંસ્થાપક હાફિદ સઈદ, પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (જેયૂડી) ના કોઈ અન્ય નેતાઓ સાથે ઘણા આતંકવાદી નાણાકીય કેસમાં દોષિત કર્યા પછી 2019થી જેલમાં છે. પાકિસ્તાન મિલ્લી મુસ્લિમ લીગ (પીએમએમએલ) પાર્ટીનું કહેવું છે કે રાજકીય પાર્ટી છે. પીએમએમએલની ચુંટણી પ્રતિક ‘ખુરશી’ છે.
પીએમએમએલના અધ્યક્ષ ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું કે એમની પાર્ટી રાષ્ટ્રીય અને પ્રાંતિય વિધામસભા સીટોં પર ચુંટણી લડી રહ્યા છે. તેને કહ્યું કે અમે ભ્રષ્ટાચાર માટે નહિં પરંતુ લોકોની સેવા કરવા માટે અને પાકિસ્તાનને એક ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માગીએ છીએ. ખાલિદ મસૂર સિંધુ NA-103 લાહોરથી ઉમેદવાર છે.
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં લંબા સમયથી પ્રજા સામાન્ય ચૂંટણીની રાહ જોઈ રહ્યું છે. સામાન્ય ચૂંટણીને લઈને નવાઝ શરીફ અને ઝરદારી સહિતના નેતાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે અને ચૂંટણીપ્રચાર પણ શરુ કરી દીધો છે. બીજી તરફ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પણ ભરવામાં આવી રહ્યાં છે.