Site icon Revoi.in

પાકિસ્તાનઃ ઈમરાન સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સંસદમાં હંગામો, રાતના મતદાન થાય તેવી શકયતા

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સંસદ શનિવારે વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ નિર્ણાયક અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા સંમત થઈ હતી. દરમિયાન પાકિસ્તાનના ઈતિહાસમાં ખાન સંભવતઃ પ્રથમ એવા વડાપ્રધાન હશે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવી શકાય છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે નેશનલ એસેમ્બલીનું સત્ર સવારે 10.30 વાગ્યે થયું હતું. પરંતુ થોડા કલાકો બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. આ ક્રમમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફને વિદેશી ષડયંત્ર કહેવા પર સ્પીકર પર ગુસ્સો આવી ગયો. તેમણે સ્પીકરને બંધારણ સાથે ઊભા રહેવા વિનંતી કરી હતી.

 

પીએમએલ-એન પ્રમુખ શાહબાઝ શરીફે કહ્યું, “હું આશા રાખું છું કે તમે (અધ્યક્ષ) સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજના ગૃહનું સંચાલન કરશો.” હું તમને બંધારણ અને કાયદા માટે ઊભા રહેવા વિનંતી કરું છું. તમારે તમારી ખાતરી સાથે આ ક્ષણને પકડવી જોઈએ.

સત્ર દરમિયાન, નેશનલ એસેમ્બલીમાં વિદેશ પ્રધાન અને સત્તારૂઢ પાકિસ્તાન-તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો વિપક્ષનો બંધારણીય અધિકાર છે અને તેનો બચાવ કરવાની સરકારની ફરજ છે. આ પછી ગૃહમાં ભારે હોબાળો થયો, જેના કારણે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. હવે સંભવતઃ રાતના 8 કલાલે અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર મતદાન થવાની શકયતા છે. બે દિવસ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના નિર્ણયને રદ કર્યો હતો અને નેશનલ એસેમ્બલી તરફથી અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને 48 કલાકની અંદર મતદાન કરવાનું કહ્યું હતું. વડાપ્રધાન ઈમરાન ખાનને હટાવવા માટે વિરોધ પક્ષોને 342 સભ્યોના ગૃહમાં 172 સભ્યોની જરૂર છે. ઈમરાન સરકાર હાલમાં 144 મતો સાથે લઘુમતીમાં છે જ્યારે વિપક્ષ 199 મતોના સમર્થનનો દાવો કરી રહ્યો છે.