Site icon Revoi.in

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને PM મોદીની આગેવાનીમાં મુક્ત કરાવાશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો

Social Share

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ લોકોને ખુબ પસંદ આવી રહી છે અને કાશ્મીર અને કાશ્મીરી પંડિતો અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો જ હિસ્સો છે અને તેને ઝડપથી પાકિસ્તાનના કજબામાં મુક્ત કરવીને સંકલ્પ પૂર્ણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે જે રીતે કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, તે જ રીતે મોદી સરકાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને મુક્ત કરવાના સંકલ્પને પૂર્ણ કરશે. જિતેન્દ્ર સિંહે 1990માં કાશ્મીર ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીકા કરનાર નેશનલ કોન્ફરન્સ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે દાવો કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં 1987ની વિધાનસભાની ચૂંટણીમાં ધાંધલ ધમાલને કારણે આતંકવાદનો વિકાસ થયો હતો.

કેન્દ્રીય મંત્રીએ કઠુઆ જિલ્લામાં અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યના સ્થાપક મહારાજા ગુલાબ સિંહની 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ જણાવ્યું હતું કે, “સંસદએ 1994માં અવાજ મત દ્વારા ઠરાવ પસાર કર્યો હતો, એ વાત પર ભાર મૂક્યો હતો કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરનો તેના ગેરકાયદે કબજા હેઠળનો ભાગ ખાલી કરવો જોઈએ. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવાનો અમારો સંકલ્પ છે.

જિતેન્દ્ર સિંહે કહ્યું, “કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી અને તે ભાજપ દ્વારા વચન મુજબ કરવામાં આવ્યું હતું જે ઘણાની કલ્પનાની બહાર હતું. એ જ રીતે, વર્ષ 1980માં, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આગાહી કરી હતી કે ભાજપ જોરદાર જીત મેળવશે, ભલે તે લોકોની કલ્પનાની બહાર હોય.