- પાકિસ્તાન કરતારપુર ભારતીયો માટે ખોલશે
- કોરોના વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત લીધા હોવા જોઈએ
દિલ્હીઃ સમગ્ર વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે અનેક ઘઆર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે ઘીમે ઘીમે સ્થિતિ સામાન્ય થતાની સાથે દરેક સ્થળો ખુલી રહ્યા છે, આ સાથે જ હવે પાડોશી દેશ પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તે પોતાના દેશ સ્થિત કરતારપુર સાહિબ યાત્રાળુંઓ માટે ખુલ્લું મૂકશે.
જો કે પાકિસ્તાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દર્શન કરવા માંગતા શ્રદ્ધાળુંઓ એ ફરજિયાત વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા જોઈએ, તેવા લોકોને જ અહી પ્રવેશ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છએ કે આવતા મહિના એટલે કે સપ્ટેમ્બરની 22 તારિકે શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકદેવની 482ને મી પુણ્યતિથિ યોજાશે. આ દિવસને શીખ ઘર્મના લોકો ઉત્સાહ ભેર મનાવે છે તેને જોતા પાકિસ્તાને કરતારપુર સ્થિત દરબાર સાહિબ ગુરૂદ્વારાના દ્વારના દરવાજા ભારતવાસીઓ માટે ખુલ્લા કરવાનો નિર્ણય લીધો છે
આ સહીત પાકિસ્તાન દ્વારા એમ પણ ખાસ કહેવામાં આવ્યું છે કે અહીં તે લોકોને જ પ્રવેશ આપવામાં આવશે કે જેમણે કોરોના વિરોધી વેક્સિનના બન્ને ડોઝ લીઘા હશે, કોરોનાના કારણે પાકિસ્તાન દ્વારા આ મહત્વનો નિર્ણય દારી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે અનેક ઘાર્મિક બંધો બંધ કરાય હતા ત્યારે જ આ કરતારપુર પણ 20 માપર્ચના રોજથી યાત્રાળુ ઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.જો કે હવે તે ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે પરંતુ જે તે ભારતીયો એ આ માટે વેક્સિનેશનનું સર્ટિ બતાવવાનું ફરજિયાત રેહશે.