Site icon Revoi.in

પાકિસ્તાન PM ઈમરાન ખાને ટ્વીટર ઉપર તમામને કર્યા અનફોલો, કારણ અકબંધ

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તેમજ ટ્વીટર મારફતે લોકો સુધી પોતાની વાત પહોંચાડે છે. જો કે, ઈમરાન ખાને ટ્વીટર ઉપર પૂર્વ પત્ની સહિત તમામને અનફોલો કરી દીધા હોવાનું જાણવા મળે છે. પીએમ ઈમરાન ખાનના આ પગલાને કારણે વિવિધ અટકળો વહેતી થઈ છે અને સોશિયલ મીડિયામાં લોકો વિવિધ પ્રશ્નો કરી રહ્યાં છે. એટલું જ નહીં ટ્વીટર ઉપર તેઓ ટ્રોલ પણ થયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈમરાન ખાનના ટ્વીટર ઉપર 12.9 મિલિયન ફોલોઅર્સ છે. જો કે, હાલ તેઓ કોઈને ફોલો કરતા નથી. ઈમરાન ખાન પૂર્વ પત્ની જેમિમા ગલ્ડસ્થિથને ફોલો કરતા હતા. તેમને પણ અનફોલો કરી દીધા છે. જેમિમાને પાકિસ્તાનની જનતા પસંદ કરે છે. જેથી એક યુઝરે પૂછ્યું છે કે, ઈમરાન ખાને ભલે તમામ લોકોને અનફોલો કર્યાં છે પરંતુ જેમિમાને ખરાબ લાગ્યું હશે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ઈમરાન ખાન માટે હવે કોઈ ખાસ નથી. તેમણે તમામને અનફોલો કરી દીધા છે. તેમજ કેટલાક ટ્વીટર યુઝર ઈમરાન ખાનની સરખામણી નવાઝ શરીફ અને સિંગર આતિફ અસલમ સાથે પણ કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરાનખાન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફક્ત બે વ્યક્તિઓને ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ ઉપર તેઓ પીટીઆઈ અને સૌકત ખાનુમ મેમોરિયલ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને ફોલો કરે છે.