Site icon Revoi.in

પાકિસ્તાન રેડિયો પોતાના જ પીએમને નથી ઓળખતોઃ-કોઈ બીજા ઈમરાનને ટેગ કર્યા

Social Share

પાકિસ્તાનના વઝીર-એ-આઝમે ગઈકાલે પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે ફરીથી કાશ્મીર વિશે રાગઆલાપ કર્યો હતો. ઈમરાને પોતાના જૂના અને જાણિતા અંદાજમાં રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભારતે કાશ્મીરમાંથી કલમ- 37૦ હટાવીને મોટી ભૂલ કરી છે.

કાશ્મીરને પોતાનું  કહેનારા ઇમરાન ખાનને ખબર નથી કે તેમના પાકિસ્તાનમાં ચાલી રહેલો પાકિસ્તાની રેડિયો પણ તેમને ઓળખતો નથી. પાકિસ્તાન રેડિયો પોતાના વડા પ્રધાનને જાણતો નથી. જ્યારે ઇમરાન ખાન રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન રેડિયોએ બીજા એક ઇમરાન ખાનને ટેગ કર્યા હતા. પાકિસ્તાન રેડિયોએ પોતાના જ પ્રધાન મંત્રીની બેઈજ્જતી સરેઆમ કરી છે. ત્યારે આ વાતને લઈને દરેક જગ્યાએ પાકિસ્તાનના વડા પ્રધાનની મજાક ઉડી રહી છે.

મોદી અને ટ્રંપની જી-7 દરમિયાનની મુલાકાત બાદ ઈમરાન પર બન્યા જોક્સ

વિશ્વના દરેક દેશને આજીજી કર્યા પછી પણ કોઈએ તેમનો સાથ ન આપ્યો ,કાશ્મીરની વાતને લઈને ઈમરાન ખાનને કોઈ એ સાથ આપ્યો જ નથી,પાકિસ્તાન માટે નાથી શરમની વાત બીજી શું હી શકે,એ સાથે સાથે ઈસ્લામિક દેશોએ પણ પાકિસ્તાનને સાથ નથી આપ્યો જેને લઈને ઈમરાન ખાન બોખલાયા છે,ત્યારે યૂએમાં મોદીજીને પોતાના સર્વોત્તમ સમ્માનથી સમ્માનિત કર્યા હતા આ વાત પાકિસ્તાન ના મો પર તમાચ મારવા બરાબર છે. ઈમરાન ખાન ત્યા પણ ખોટા સાબિત થયા છે કે ઈસ્લામિક દેશો તેમને સાથ આપશે પરંતુ હવે લોકો જાગૃત બન્યા છે,લોકો જાણે છે કે સાચુ શું છે અને ખોટ્ટુ શું છે, ત્યારે ઈમરાન ખાન હવે બધી તરફથી ફસાય ચુક્યા છે.