પાકિસ્તાને રાત્રિના સમયે ડ્રોન મારફતે ભારતના સરહદી વિસ્તારમાં પહોંચાડે છે શસ્ત્રો
દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદીને ભારત વિરુદ્ધ પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ નહીં ભારતના સરહદી ગામોમાં વસતા આતંકવાદીઓને પાકિસ્તાન હથિયારો સહિતની મદદ પુરી પાડી રહ્યું છે. પાકિસ્તાન રાત્રિના સમયે અવાવરુ સ્થળે ડ્રોન મારફતે ભારતમાં હથિયારો પહોંચાડતું હોવાનું સામે આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના સાંબામાંથી ભારતીય જવાનોએ મોતનો સામાન ઝડપી લીધો હતો. આ વિસ્ફોટકો આતંકવાદીઓને પહોંચાડના હતા. પાકિસ્તાને ડ્રોન મારફતે રાત્રિના સમયે આ હથિયાર સાંબામાં લેન્ડ કર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બીએસફની ટીમ સરહદી વિસ્તારમાં પ્રેટ્રોલીંગ કરતી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે સાંબામાં તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન અવાવરુ સ્થળે એકે 47, પિસ્તોલ, મેગેઝીન અને 15 ગોળીઓ સહિતનો શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ડ્રોનની મદદથી નીચે ઉતારવામાં આવ્યો હતો.હથિયારો સાથે લાકડાની એક ફ્રેમ પણ મળી આવી હતી, જેની મદદથી શસ્ત્રો ડ્રોનમાંથી નીચે મોકલાયા હતા.
ભારતીય સુરક્ષા એજન્સીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને એક ડ્રોન ભારતની સરહદમાં ઘૂસ્યું હતું. તેનો આછો-પાતળો અંદાજ ભારતના જવાનોને થયો હતો. ડ્રોનની ગતિવિધિ પારખીને એ વિસ્તારમાં બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રોન અવાવરું સ્થળે શસ્ત્રોનો જથ્થો પાડીને પલાયન થઈ ગયું હતું. આવી ડ્રોનની ગતિવિધિ પર નજર રાખવા એલર્ટ જારી કરાયો હતો.
અગાઉ પણ પાકિસ્તાને અનેક વખત ડ્રોન મારફતે ભારતમાં રહેતા આતંકવાદીઓને હથિયારો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સુરક્ષા એજન્સીઓએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. 20 જૂન 2020ના રોજ હીરાનગર વિસ્તારમાં પાકિસ્તાનનું એક ડ્રોન ઘૂસ્યું હતું.
આ ડ્રોનને જોતાની સાથે જ ભારતીય જવાનોએ ફાયરિંગ કરીને તેને ઉડાવી દીધું હતું. તેને ભારતીય જવાનોએ ઉડાવી દીધું હતું. સપ્ટેમ્બર મહિનામાં પણજમ્મુના અરનિયામાં ઘૂસેલું ડ્રોન 62 કિલો હેરોઈન અને બે બંદૂકો લઈને પલાયન થઈ ગયું હતું. આ જથ્થો સુરક્ષા એજન્સીઓએ તપાસ દરમિયાન ઝડપી લીધો હતો. જાન્યુઆરી મહિનામાં પણ ડ્રોનની મદદથી જમ્મુ-કાશ્મીરમાં હથિયારો ઘૂસાડાયા હતા. જો કે, સુરક્ષા જવાનોએ આતંકવાદીઓના કાવતરાનો પર્દાફાશ કરીને હથિયારો લઈને જતાં બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. એપ્રિલમાં જમ્મુના અરનિયામાં ફરી એકવાર બે ડ્રોન જોવા મળ્યાં હતા. હથિયારો ફેંકવા આવેલા આ બન્ને ડ્રોન ઉપર ભારતીય જવાનોએ ગોળીબાર કર્યો હતો.