Site icon Revoi.in

પાકિસ્તાને પરમાણુ હથિયારો મામલે દુનિયાને ડરાવવુ જોઈએઃ પાક.ના સંરક્ષણ વિશ્લેષકનું ચોંકાવનારુ નિવેદન

Social Share

નવી દિલ્હીઃ આતંકીઓનું પાલનહાર ગણાતુ પાક્સિતાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, બીજી તરફ પીએમ શરીફ મદદ માટે વિવિધ દેશો પાસે હાથ લાંબા કરી રહ્યાં છે. જ્યારે પાકિસ્તાન પાસેના પરમાણુ બોમ્બની અમેરિકા સહિતના દુનિયાના વિવિધ દેશોને ચિંતા છે. ત્યારે પાકિસ્તાનમાં એક સંરક્ષણ વિશ્લેષકનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. સંરક્ષણ વિશ્લેષકે કહ્યું કે, પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે જેથી કોઈની પાસે મદદ માંગવાની જરુર નથી. દુનિયાને પરમાણુ હથિયારના નામે ડરાવવુ જોઈએ, તેમજ ઈરાન, સાઉદી અને તૂર્કી જેવા દેશોને પરમાણુ હથિયારો વેચી દેવા જોઈએ. આમ સંરક્ષણ વિશ્લેષકે પાકિસ્તાની મેલી મુરાદ દુનિયા સમક્ષ ખુલ્લી મુકી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ કોઈનાથી છુપી નથી. ભારતનો પાડોશી દેશ આર્થિક નબળાઈની આરે ઉભો છે. લોકો પ્રાથમિક જરૂરિયાતો માટે તલપાપડ છે. પાકિસ્તાનના મિત્ર દેશો પણ મદદ કરતા ખચકાઈ રહ્યા છે. અર્થવ્યવસ્થા ખરાબ રીતે પડી ભાંગી છે. ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીને કારણે આ વર્ગ ખાદ્યપદાર્થો ખરીદી શકતો નથી. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ વિશ્લેષક ઝૈદ હામિદે એક વાહિયાત નિવેદન આપ્યું છે.

ઝૈદ હામિદના નિવેદનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહેતો જોવા મળે છે કે ઠીક છે, અમે લાચાર છીએ. અમે અમારા પરમાણુ અને મિસાઇલોની નિકાસ કરીશું, અને પાકિસ્તાનની સરકારે સાઉદી અરેબિયા , ઈરાન, તુર્કી અને વિશ્વના વિવિધ દેશોને ન્યુક્લિયર અને મિસાઈલ એક્સપોર્ટની ઓફર કરવી જોઈએ. આ વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં ઝૈદ સ્પષ્ટપણે કહે છે કે પાકિસ્તાને ઉધાર લીધેલા પૈસા પરત ન કરવા જોઈએ. જ્યારે દુનિયાને પરમાણુ બોમ્બનો ડર બતાવવો જોઈએ. ઝૈદે કહ્યું છે કે પાકિસ્તાનને તેની તાકાતનો અંદાજ નથી. આપણને ખબર નથી કે આપણે આપણી વંશીય શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. પાકિસ્તાનને દુનિયાને ડરાવવાની જરૂર છે.

વીડિયોમાં ઝૈદ કહી રહ્યો છે કે જો અમારી પાસે 150 પરમાણુ હથિયાર હશે તો અમે તેમાંથી પાંચ સાઉદીને વેચી દેવા જોઈએ, તેનાથી અમને કોઈ અસર નહીં થાય. આ નિવેદન બાદ અંદાજ લગાવી શકાય છે કે આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાનની માનસિકતા કેવી છે.