ગેરકાયદે રીતે કબજો કરેલો ભારતીય વિસ્તાર પાકિસ્તાન ખાલી કરે, UNમાં ફરી એકવાર ભારતે પાક.ને આડેહાથ લીધું
નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. પાકિસ્તાનના નિવેદનના પગલે ભારતે પણ આકરા પ્રહાર કરીને પડોશી પાકિસ્તાનને ત્રણ મુદ્દા સુધારવા સલાહ આવી હતી. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સેક્રેટરી અને યુવા રાજદ્વારી ગહલોતે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ કાયમ કરવા માટે પાકિસ્તાને 3 પગલા લેવા જોઈએ. પહેલા સીમા પારના આતંકવાદને રોકવો જોઈએ અને આતંકવાદના પાયાને તુરંત તોડી પાડવો જોઈએ. ગેરકાયદે અને જબરજસ્તીથી કબજો કરેલા ભારતીય વિસ્તારોને ખાલી કરવા જોઈએ, તેમજ પાકિસ્તાનમાં લઘુમતીઓ સામે ઉપર થતા ગંભીર અત્યાચારોને રોકવા જોઈએ.
ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાને આડેહાથ લેતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની સાથે લદાખ ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાને ભારતના આંતરિક મામલા ઉપર નિવેદન આપવાનો અધિકાર નથી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સંબંધિત મામલો ભારતનો આંતરિક છે. પાકિસ્તાન મઘુમતીઓ અને મહિલાઓના અધિકારોની વાતો કરે છે જે યોગ્ય નથી, ભારત સામે આક્ષેપ કરતા પહેલા પાકિસ્તાને પહેલા પોતાના ઘરમાં પરિસ્થિતિઓ કાબુમાં લાવવી જોઈએ.
ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને દૂષિત પ્રચાર અંગે ગેહલોતે કહ્યું, ‘પાકિસ્તાન એક આદતવશ ગુનેગાર બની ગયું છે. યુએનના સભ્ય દેશો અને અન્ય બહુપક્ષીય સંગઠનો સારી રીતે જાણે છે કે પાકિસ્તાન તેમનું ધ્યાન હટાવવા માટે આવું કરે છે. ગેહલોતે પાકિસ્તાનને 2011ના મુંબઈ આતંકી હુમલાના ગુનેગારો સામે ‘વિશ્વસનીય અને ચકાસી શકાય તેવી કાર્યવાહી’ કરવા વિનંતી કરી હતી. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત લોકોનું ઘર અને સંરક્ષક રહ્યું છે.
પાકિસ્તાનમાં લઘુમતિઓ ઉપર થતી હિંસા ઉપર વાત કરતા તેમણે પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ અને અહમદિયા સમુદાયોની સ્થિતિમાં અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જરનવાલામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘર સળગાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓની સામે પ્રણાલીગત હિંસાનું જ્વલંત ઘટના ઓગસ્ટ 2023માં ફૈસલાબાદ જિલ્લાના જરનવાલામાં સર્જાઈ હતી. ખ્રિસ્તી સમુદાય સામે મોટી સંખ્યામાં હિંસા થઈ હતી. તેમજ કટ્ટરપંથીઓએ 19 ચર્ચ સળગાવવાની સાથે 89 ખ્રિસ્તાઓના ઘરને આગ ચાંપી હતી.