Site icon Revoi.in

ICC ક્રિકેટ વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, ફાસ્ટ બોલર નસીમ ઈજાને કારણે ટીમની બહાર

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમમાં હસન અલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર નસીમ શાહ ઈજાના કારણે તેને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. નસીમ એશિયા કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને સલમાન આગાનો ટીમમાં સમાવેશ કરાયો છે. જ્યારે શાદાબ ખાનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

પાકિસ્તાનના શ્રેષ્ઠ બોલરોની યાદીમાં નસીમ શાહનો સમાવેશ થાય છે. પરંતુ ઈજાના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાને શુક્રવારે ટીમની જાહેરાત કરી હતી. ટીમે હસન અલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હસન જૂન 2022 થી પાકિસ્તાનની ODI ટીમની બહાર છે. તેણે તેની છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. હસને 60 ODI મેચમાં 91 વિકેટ લીધી છે.

શ્રીલંકામાં તાજેતરમાં જ એશિયાકપ રમાઈ હતી. એશિયાકપની ફાઈનલમાં ભારેત શ્રીલંકાને પરાજય આપીને ટાઈટલ જીત્યું હતું. જ્યારે પાકિસ્તાન સુપર ફોરમાંથી બહાર થઈ ગઈ હતી. એશિયા કરની સુપર ફોરમાં પાકિસ્તાનનો ભારત બાદ પાકિસ્તાન સામે કારમો પરાજય થયો હતો. ભારત સામે પરાજય બાદ પાકિસ્તાનમાં પોતાની ટીમ સામે નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ ટીમમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાનની ટીમના કેટલાક ખેલાડીઓ કેપ્ટન બાબર આઝમથી નારાજ હોવાની અટકળો વહેતી થઈ હતી. જ્યારે એશિયા કપ વખતે અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી પાકિસ્તાની ટીમની મુશ્કેલીમાં વધારો થયો હતો.