દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન આંદ્રે રસેલ અબુધાવીમાં રમાઈ રહેલી પાકિસ્તાન સુપર લીગની એક મેચમાં બેટીંગ કરતી વખતે અચાનક ઘાયલ થયાં હતા. હરિફ ટીમના બોલર મહંમદ મૂસાએ નાખેલો બોલ તેમના માથામાં વાગ્યો હતો. જેથી રસેલ ઈંજાગ્રસ્ત થતા તેમને સ્ટ્રેચર ઉપર મેદાનની બહાર લઈ જવાયાં હતા.
શેખ જાએદ ક્રિકેટ સ્ટેડિયમમાં પીએસએલની કેટા ગ્લેડિએટર્સ અને ઈસ્લામાબાદ યુનાઈટેડની મેચ ચાલી રહી હતી. ગ્લેડિએટર્સ તરફથી રસેલ સિઝનની પ્રથમ મેચ રમી રહ્યો હતો. 14મી ઓવરમાં રેસલે મૂસાની ઓવરમાં સતત બે સિક્સર મારી હતી. ત્યાર બાદ મુસાએ એક બાઉન્સ નાખ્યો હતો. આ બોલ સીધો બેસ્ટમેનના હેલમેટને વાગ્યો હતો. જે બાદ કેટલીક મીનિટ માટે તેઓ અચેતનનો શિકાર બન્યાં હતા. માથા ઉપર બોલ વાહતા રસેલને તપાસવા ફિઝિયો મેદાનમાં દોડી ગયા હતા. જો કે, રસેલ તે પછી પણ બેટીંગ ચાલુ રહી હતી.
બીજા બોલે જ બેસ્ટમેન આઉટ થઈ હયો હતો. છ બોલના 13 રન બનાવીને રેસલને સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવાયો હતો. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવાયો હતો. બીજી પારીમાં ફિલ્ડીંગ દરમિયાન પણ રસેલ મેદાનમાં ઉતર્યો ન હતો. તેમની જગ્યાએ નસીમ શાહ મેદાનમાં ફિલ્ડીંગ કરવા ઉતર્યો હતો. જો કે, આ વાતની નારાજ હરિફ ટીમના કેપ્ટન શાદાબ ખાને એમ્પાયરને વાત કરી હતી. રસેલની ટીમ કેટા ગ્લેડિએટર્સનો 10 વિકેટે પરાજય થયો હતો. કેટા ગ્લેડિએટર્સએ 133ને ઈસ્લામાબાદે માત્ર 10 ઓવરમાં જ એક પણ વિકેટ ગુમાવ્યા વગર કરી નાખ્યાં હતા. કોલિન મનરોએ 90 રન બનાવ્યાં હતા.