દિલ્હીઃ આતંકવાદી સંગઠન તાલિબાન અને પાકિસ્તાનના જોડાણ અંગેના પુરાવા તાજેતરમાં બંનેના વર્તનમાં જોવા મળી રહી છે. પાકિસ્તાની પત્રકારોએ કહ્યું કે, પાકિસ્તાની આઈએસઆઈ પ્રમુખ જનરલ ફેઝ હામીદ, પાકિસ્તાની અધિકારીઓ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના પ્રમુખ સાથે કાબુલ પહોંચ્યાં છે. પાકિસ્તાની પત્રકાર કામરાન ખાનના જણાવ્યા અનુસાર ફૈઝ હામીદ તાલિબાન પરિષદના ઉચ્ચ અધારીઓના આમંત્રણ ઉપર કાબુલ પહોંચનારા સૌથી મોટા વિદેશી અધિકારી છે. જે મુદ્દા ઉપર ચર્ચા થવાની છે તેમાં પાકિસ્તાનનું હાલનું ભવિષ્ય અને અફઘાનિસ્તાનની સુરક્ષા, આર્થિક અને વ્યાપારિક સંબંધ સામેલ છે.
તાલિબાનના રાજકીય કાર્યાલયના ઉપનિદેશક શેર મહંમદ અબ્બાસ સ્ટેનિકઝઈએ અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ અને અન્ય મુદ્દા ઉપર કતરમાં પાકિસ્તાનના રાજદૂત સાથે ચર્ચા કરી હતી. અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ, માનવીય સહાય, હિત અને સમ્માન અને અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ સહિતના મુદ્દા ઉપર લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પહેલા આઈએસઆઈ પ્રમુખનું આગમન ઘણું બધું સમજાવે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાને હટાવવા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવે છે. ISI ચીફની સાથે ઘણા વધુ લશ્કરી અધિકારીઓ પણ અફઘાનિસ્તાન પહોંચી ગયા છે. હાલમાં તેઓ કાબુલની હોટલમાં રોકવામાં આવ્યો છે, જ્યાં આ ટીમે પાકિસ્તાની રાજદૂતને મળવાનું કહ્યું છે. જોકે, સોશિયલ મીડિયા પર પહેલાથી જ કેટલાક ફોટા સામે આવ્યા છે, જેમાં ISI ચીફને તાલિબાન ચીફ મુલ્લા અબ્દુલ ગની બરાદાર સાથે જોવા મળ્યો હતો તે તસવીરમાં કેદ થઇ હતી.