Site icon Revoi.in

કાશ્મીરમાં સક્રિય તહરીક-એ-હુરિયત ઉપર પ્રતિબંધના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન નારાજ

Relationship between the India and the Pakistan. Two flags of countries on heaven with sunset. 3D rendered illustration.

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય તહરીક એ હુરિયત સંગઠન ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવતા પાકિસ્તાનના પેટમાં ચુક ઉપડી છે. તહરીક એ હુરિયત સંગઠન પાકિસ્તાનના વિશ્વાસુ મનાતા સૈયદ અલી શાહ ગિલાનીનું છે. ભારતીય ગૃહ મંત્રાલયે યુએપીએ હેઠળ આ સંગઠન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વર્ષ 2018 બાદ કાશ્મીરમાં આ એવુ આઠમું સંગઠન છે તેની ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ભારતની આ કાર્યવાહાની પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિંદા કરી છે. બલુચો ઉપર અત્યાચાર ગુજારનાર પાકિસ્તાનને કહ્યું છે કે, ગિલાનીની પાર્ટી ઉપર પ્રતિબંધ લગાવવો એ માનવાધિકારોનું ઉલ્લંધન છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એક સપ્તાહમાં બીજુ કાશ્મીરી સંગઠન છે જેની ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પહેલા મસર્રત આલમની પાર્ટી મુસ્લિમ જમ્મુ-કાશ્મીરને પણ ભારત સરકારે ગેરકાયદે જાહેર કરી હતી. પાકિસ્તાને કહ્યું હતુંકે, આ પ્રતિબંધ સાથે જ કુલ પ્રતિબંધિત પાર્ટીઓની સંખ્યા છ થઈ ગઈ છે. તહરીક એ હુરિયતને સૈયદ અલી શાહ ગિલાનીએ ઉભુ કર્યું હતું. જેમનું વર્ષ 2021માં નજરબંધી દરમિયાન મોત થયું હતું.

ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કર્યા બાદ અહીં સતત વિકાસના કાર્યો કરી રહી છે, તેમજ રોજગારીની નવી નવી તકો ઉભા થાય તેવા પ્રયાસો કરી રહી છે, બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં સતત અશાંતિ ફેલાવતા તત્વો સામે પણ આકરી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવતા તત્વોને પાકિસ્તાન બાહ્ય સમર્થન આપતું રહ્યું છે. જેથી કેન્દ્ર સરકારની કાર્યવાહીથી પાકિસ્તાન નારાજ હોય તે જગજાહેર છે. એટલું જ નહીં દુનિયાના વિવિધ મંચો ઉપર કાશ્મીર મુદ્દે પાકિસ્તાને કાગારાડ કરી હતી. જો કે, દુનિયાના વિવિધ દેશોએ પાકિસ્તાનને આ મુદ્દે સમર્થન આપવાનું ટાળ્યું છે.