- પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કર્યો
- શાહપુર-કેરન સેક્ટરમાં કર્યું ફાયરિંગ
- ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ
નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અને 35-એના અસરહીન થયા બાદ ખિજાયેલા પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગની પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે. પાકિસ્તાને ફરી એકવાર શાહપુર અને કેરન સેક્ટરમાં શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું છે. જો કે આ યુદ્ધવિરામમાં હજી સુધી કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ થઈ નથી. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી આ યુદ્ધવિરામ ભંગ 9:45 વાગ્યે કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની સેનાએ શુક્રવારે રાત્રે પણ એલઓસી પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ પુંછના બાલોકોટ સેક્ટરની ભારતીય સુરક્ષા ચોકીઓ અને ગામડાંને નિશાન બનાવતા મોર્ટાર સેલિંગ કર્યું છે.
જ્યારે પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં પણ રાત્રે આઠ વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે મોર્ટાર સેલિંગ કરીને ગોળા વરસાવ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી બાલાકોટ સેક્ટરમાં કેટલાક દિવસો પહેલા યુદ્ધવિરામમાં બે સ્કૂલના બાળકો ફસાયા હતા. જેમને ભારતીય સૈનિકોએ પોતાના જીવ પર ખેલીને બચાવ્યા હતા.