Site icon Revoi.in

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 4645 વખત કર્યુ સિઝફાયરિંગનું ભંગ

Social Share

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા એક વર્ષના સમયગાળામાં યુદ્ધવિરામનો ભંગ કરીને લગભગ 4645 વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. એટલે કે પાકિસ્તાન દ્વારા એક દિવસમાં દસ કરતા વધારે વખત ગોળીબાર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત-પાકિસ્તાને સરહદે યુદ્ધવિરામનું પાલન કરવાની ફરીથી સહમતિ દર્શાવી છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સમજૂતિ ફરીથી તા. 25મી ફેબુ્રઆરીની થઈ હોવાનું જાણવા મળે છે. જો કે, સરહદે પાકિસ્તાનના લશ્કરે વર્ષ દરમિયાન 4645 વખત ફાયરિંગ કર્યું હતું. જો આંતરરાષ્ટ્રીય સરહદે થયેલા ફાયરિંગને ગણતરીમાં લેવામાં આવે તો સંખ્યા એનાથી પણ વધી જાય છે. આંતરરાષ્ટ્રીય બોર્ડરને ગણતરીમાં લેવામાં આવે તો 5100 કરતાં વધુ વખત ફાયરિંગ થયું હતું. સૌથી વધુ ફાયરિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થયું હતું. આ બે માસમાં જ 835 વખત ગોળીબાર થયો હતો. 2003માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સમજૂતિ થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરતા પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરીને યુએનમાં ફરિયાદ કરી હતી. તેમજ પાકિસ્તાન આતંકવાદને પ્રત્સાહન આપે છે. એટલું જ નહીં ભારત દ્વારા પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પો મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી તરફ પાકિસ્તાન સેના દ્વારા સરહદ ઉપર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવે છે. જો કે, ભારતીય સેના પણ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપે છે.