દિલ્હીઃ પાકિસ્તાન પોતાની હરકત માંથી બાજ નથી આવતું ફરી પાકિસ્તાને વિતેલી રાત્રે સિઝ ફાયરિંગનું ઉલ્લઘંન કર્યું છે જેમાં 4 નાગરિકો સહીત સેનાના બે જવાન ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.પાકિસ્તાન રેન્જર્સે ગુરુવારે રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો હતો. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
આટલા આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો. જેમાં BSFના બે જવાનો અને ચાર નાગરિકો ઘાયલ થયા હતા.
જાણકારી અનુસાર પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે રહેણાંક વિસ્તારોમાં પણ ગોળીબાર કર્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીમાં, પાકિસ્તાનની ઘણી ચોકીઓ નષ્ટ કરવામાં આવી હતી અને પાંચથી સાત રેન્જર્સ પણ માર્યા ગયા હતા.
આ ઘટનામાં બિક્રમ પોસ્ટ પર તૈનાત કર્ણાટકના સૈનિક બાસપરાજને ગોળીબારમાં પગ અને હાથમાં શેલ સ્પ્લિન્ટર્સ વાગી ગયા હતા. તે જ સમયે, જબ્બોવાલ પોસ્ટ પર એક સૈનિકના પગમાં ગોળી વાગી હતી. બંનેને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના 25થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સાઈ, જબ્બોવાલ અને ટ્રેવાના રહેણાંક વિસ્તારોમાં પડ્યા છે. ભારે ગોળીબારને કારણે BSFએ હાઈ એલર્ટ પર મૂકી દીધું છે. પોલીસે લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપી છે.