- પાકિસ્તાન કોઈ મફ્તમાં વેક્સિન આપે તેવી રાહ જોઈ રહ્યું છે
- વેક્સિન ખરીદવા માટે પાકિસ્તાન પાસે પૈસા નથી
દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન હજી પણ ફ્રી રસી મળે તેની રાહ જોઈને બીજા પર નિર્ભર છે. એક પાકિસ્તાની ન્યુઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે,અહીંની સરકાર પોતાના લોકોની સલામતી માટે આ વર્ષે કોરોના રસી ખરીદશે નહીં.
આ સમગ્ર મામલે રાષ્ટ્રીય આરોગ્ય સેવા સચિવ આમિર અશરફ ખ્વાજાએ ગુરુવારે જાહેર હિસાબ સમિતિની બ્રીફિંગ દરમિયાન માહિતી આપી હતી કે હાલમાં ઈમરાન સરકાર , હર્ડે ઈમ્યૂનિટી અને મિત્ર દેશો પાસેથી મફ્તમાં વેક્સિન મેળવવા માટે નિર્ભર છે
ઉલ્લેખનીય છે કે, ઘણા દેશો તેમના દેશવાસીઓને કોરોના જેવી મહામારીથી બચાવવા માટે મોટી સંખ્યામાં કોરોનાની રસીઓ ખરીદી રહ્યા છે, પરંતુ તેનાથી વિપરીત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દાતાઓ અને ચીન જેવા સાથી દેશો પર રસી ખરીદવા બાબતે નિર્ભર રહેશે. તે રાહ જોઈ રહ્યું છે કે અન્ય દેશ તેઓને મફ્તમાં વેક્સિન આપે.
લોકલેખા સમિતિ ના અધ્યક્ષ રાણા તનવીર હુસેને રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓ ના સચિવને પૂછ્યું કે શું મફત કોરોના રસીની રાહ જોવામાં આવી રહી છે. આ સવાલ પર તેમને જવાબ મળ્યો કે પાકિસ્તાને વધુ કોરોના રસી ખરીદવી પડશે નહીં.
સાહિન-