પાકિસ્તાન દક્ષિણ એશિયાની સૌથી નબળી અર્થવ્યવસ્થાઃ વર્લ્ડ બેંક
નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, એટલું જ નહીં પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો તરફ હાથ લંબાવી રહ્યાં છે પરંતુ મોટાભાગના દેશો મદદ કરવાનું ટાળી રહ્યાં છે. પાકિસ્તાનના પીએમ અને પ્રજા સુખી સંપન્ન ભારત પાસે મદદની આશા રાખી રહ્યાં છે. દરમિયાન વર્લ્ડ બેંકે પાકિસ્તાનને દક્ષિણ એશિયાની સૌથી નબળી અર્થવ્યવસ્થા ગણાવી છે.
વર્લ્ડ બેંકના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર આ વર્ષે પાકિસ્તાનનો આર્થિક વિકાસ દર માત્ર 1.7% રહેશે. બીજી તરફ, જરૂરી સુધારા ન કરવાના કારણે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ $1.1 બિલિયનની બે લોન મંજૂર કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. પાકિસ્તાન સરકારે IMF પાસે મદદ માંગી હતી, પરંતુ તેના બદલામાં IMFએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની શરત મૂકી. પાકિસ્તાનમાં આ વર્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેબાઝ શરીફ સરકાર ઈંધણની કિંમતો વધારવા માંગતી નથી.