Site icon Revoi.in

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન સૌથી વધારે 15 વન-ડે મેચ રમશે

Social Share

ICC ચેમ્પિયન્સ ટ્રોફી આગામી વર્ષે યોજાશે. તેમજ પાકિસ્તાન આ ટુર્નામેન્ટની યજમાની કરશે. પાકિસ્તાન લાંબા સમય બાદ ICC ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જોકે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પર શંકા છે. ભારતનું કહેવું છે કે અમે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની મુલાકાત નહીં લઈએ. ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન તટસ્થ સ્થળે થવું જોઈએ. આ સિવાય ભારતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલનું સૂચન કર્યું છે, પરંતુ જો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી પહેલાભારત માત્ર 3 ODI રમશે. જ્યારે પાકિસ્તાન સૌથી વધારે 15 વન-ડે મેચ રમશે.

ODI વર્લ્ડ કપ 2023 થી ભારતે 6 ODI રમી છે, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3-3 વનડે રમાશે. જ્યારે અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ પહેલા 5 વનડે રમશે. આ સિવાય અન્ય ટીમોની વાત કરીએ તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દક્ષિણ આફ્રિકા 7 વનડે રમશે. આ સાથે જ બાંગ્લાદેશ ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા 5 વનડે રમશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ન્યૂઝીલેન્ડ 13 વનડે રમશે. આ રીતે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વધુમાં વધુ 15 ODI રમશે. એવું માનવામાં આવે છે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત ઓછી વન-ડે મેચ રમશે, જેની અસર ટૂર્નામેન્ટ ઉપર પડવાની આશા સેવાઈ રહી છે. જો કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની રણનીતિ શું છે? તેની ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.