Site icon Revoi.in

જાન્યુઆરીની 17 થી શરૂ થતાં રામ મંદિરના ઉદ્ઘાટન પર આયોજિત રામલીલામાં પાકિસ્તાની કલાકારો પણ ભાગ લેશે

Social Share

અયોધ્યા – અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું  પ્રતિક છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે.  22 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે જે પીએમ નરેન્દ્ર મોદી કરશે. રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિ વિશ્વની સૌથી અનોખી મૂર્તિ હશે. રામલલાની આ 51 ઇંચની પ્રતિમા સ્થાવર છે.17 જાન્યુઆરીથી રામલીલા નો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે 

 પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મ કલાકારોની રામલીલા આ વખતે નવા રંગમાં જોવા મળશે. રામલીલામાં પાકિસ્તાન સહિત 14 દેશોના કલાકારો રામની કથાને જીવંત કરતા જોવા મળશે.

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે આ વખતે જાન્યુઆરીમાં પણ ફિલ્મ રામલીલાનું આયોજન કરવામાં આવશે. આ રામલીલા દર વર્ષે દશેરાના દિવસે થતી આવી છે. 17 થી 22 જાન્યુઆરી દરમિયાન સરયુ કિનારે સ્થિત રામકથા પાર્કમાં રામલીલાનું આયોજન કરવામાં આવશે.મિતિના મહાસચિવ શુભમ મલિકે કહ્યું કે રામલીલાનું ઉદ્ઘાટન પ્રવાસન મંત્રી જયવીર સિંહ કરશે. આ વર્ષે દશેરા દરમિયાન યોજાયેલી રામલીલાને 32 કરોડ લોકોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર જોઈ હતી.

રામલીલા સમિતિના અધ્યક્ષ સુભાષ મલિકે જણાવ્યું કે, રામલીલામાં પહેલીવાર ફિલ્મ કલાકારોની સાથે વિદેશી કલાકારો પણ જોવા મળશે. રશિયા, મલેશિયા, અમેરિકા, લંડન, દુબઈ, ઈઝરાયેલ, અફઘાનિસ્તાન, જાપાન, ચીન, જર્મની, અમેરિકા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાનના આ કલાકારો અયોધ્યાની રામલીલામાં કામ કરશે.
જો કે આ પહેલીવાર હશે જ્યારે આટલા બધા કલાકારો કામ કરશે. દેશ સાથે મળીને કામ કરશે કલાકારો ફિલ્મ કલાકારો સાથે રામલીલા કરશે. તે પણ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાની ધરતી પર.