દિલ્હી: T20 વર્લ્ડકપનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે, ક્રિકેટ પ્રેમીઓ આ ટૂર્નામેન્ટની ભારત-પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા જેવી ટીમો વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 24મી ઓક્ટોબર રોજ મેચ રમાશે. જેમાં સ્ટેડિયમની અંદર રનોનો વરસાદ થવાની શક્યતા છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી પાકિસ્તાન ભારત સામે ક્યારે પણ જીતી શક્યું નથી.
2007માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ વિશ્વ કપની ફાઇનલ રમાઇ હતી આ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપી ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. પાકિસ્તાનને વર્લ્ડકપમાં અત્યાર સુધી ભારત સામે જીત મળી નથી તેમ છતાંય પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આ વખતે ભારતને હરાવવાના સપના જોઇ રહ્યા છે.
પાકિસ્તાનના કેપ્ટનએ કહ્યું હતું કે આ વખતે યુ.એસ.એ ની ધરતી ઉપર પાકિસ્તાન- ભારત વચ્ચે મેચ રમાશે. અમે યુએઈમાં છેલ્લા ત્રણેક વર્ષથી રમીએ છીએ, અમે અહી ની પરિસ્થિતિ સારી રીતે જાણીએ છીએ. અમને ખબર છે કે અહીંયા પીચમાં ક્યારે બદલાવ થાય છે જેનો ફાયદો અમારા બેસ્ટનોને મળવાની પુરેપુરી શક્યતાઓ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં જે ટીમ સારું રહેશે તમે જે ફાયદો થશે અને આ વર્ષે પાકિસ્તાન ભારતને હરાવવા માં સફળ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે ભારત સાથેની મેચના પ્રેશર વિશે માહિતગાર છીએ. મહત્વનું છે કે 50 ઓવર અને ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં બાર વખત ટક્કર થઇ છે જોકે આજ સુઘી પાકિસ્તાન ભારતને હરાવવા માં સફળ રહ્યું નથી જોકે આ વર્ષે આ પ્રથા ને તોડી પાકિસ્તાન જીત મેળવશે તેવો દાવો પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન કરેલ છે.