શ્રીનગર:બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ગુરુવારે મોડી રાત્રે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા ભારતમાં પ્રવેશતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,પંજાબના અમૃતસર સેક્ટરમાં રિયર કક્કર બોર્ડર ચોકી પાસે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,શુક્રવારે સવારે ડ્રોન સરહદની વાડ અને ઝીરો લાઇન વચ્ચે મળી આવ્યું હતું.તેમાંથી શંકાસ્પદ પ્રતિબંધિત પદાર્થનું પેકેટ પણ મળી આવ્યું છે.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડ્રોન દ્વારા કેટલાક વધુ પેકેટો છોડવામાં આવ્યા છે કે કેમ તે જાણવા માટે વિસ્તારની શોધ કરવામાં આવી રહી છે.