- પંજાબમાં પાકિસ્તાનની નાપાક સાજીસ નાકામ
- બીએસએફના જવાનાઓએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું
અમૃતસરઃ- પંજાબ તથા જમ્મુ કાશ્મીર સરહદ પર અવાર નવાર પાકિસ્તાની ડ્રોન દેખાવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત પંજાબના અમૃતસરની બોર્ડર પર પાકિસ્તાને નાપાક ઈરાદાઓથી ડ્રોન મોકલ્યું હચું જો કે સેનાના જવાનાઓ પાકિસ્તાનના ઈરાદાઓ પણ પાણી ફેરવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 25 ડિસેમ્બર, રવિવારના રોજ આ ઘટના બની હતી જેમાં બીએસએફના જવાનોએ પંજાબના અમૃતસરમાં ડ્રોનને તોડી પાડ્યું અને કબજે કર્યું. આ ઘટના અમડતસર પાસેની સરહદ પર સાંજે લગભગ 6.30 વાગ્યે બનવા પામી હતી
વધુ જામકારી પર્માણે સુરક્ષા દળના જવાનોએ અમૃતસરના રાજાતાલ ગામ નજીક પડતા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા ડ્રોનનો અવાજ સાંભળ્યો.BSS જવાનોના જણાવ્યા અનુસાર, જવાનોએ ઉડ્રોનને ગોળીબાર કરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો તેમજ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. જવાનોએ સ્થાનિક પોલીસ અને સંબંધિત એજન્સીઓને જાણ કરી હતી. ત્સયાર બાદર્ચ દરમિયાન, BSF જવાનોએ સરહદની આગળ ખેતરમાં પડેલું 1 ડ્રોન કબજે કર્યું. જે બાદ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જો કે અહી આવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે સેનાના જવાનો તેને નિષ્ફળ બનાવામાં સફળ થઈ રહ્યા છે.