Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન – એલર્ટ જારી

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યા પાકિસ્તાનની જનર હંમેશા ટકેલી હોય છે, આતંકી પ્રવૃત્તિને અંજાન આપવા પાકિસ્તાન અવાર નવાર કાવતરું ઘડતું હોય છે,પાકિસ્તાને ડ્રોન મારફત પણ આ વિસ્તારમાં અનેક કાવતરાને અંજામ આપવાના પ્રયત્ન કર્યા છે ત્યારે ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની હીલટાલ જોવા મળી છે.આ  ઘટના બાદ કઠુઆથી સાંબા સેક્ટર સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સમગ્ર બાબતે  IB ને અડીને આવેલા ગામ પાનસરમાં BSF ચોકી પાસે શુક્રવારે મોડી રાત્રે ડ્રોન જેવી પ્રવૃત્તિ જોવા મળતાંની સાથે જ સુરક્ષા એજન્સીઓએ પણ આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે હજુ સુધી કોઈ આ મામલે કોઈ ઠોસ પુરાવો મળ્યો નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ઘટના શુક્રવારે રાત્રે અંદાજે 12.30 વાગ્યે  બની હતી, જેમાં 600 મીટરની ઉંચાઈ પર બીએસએફની સતપાલ ચોકી પાસે બની જ્યા એક ડ્રોન જોવા મળ્યું હતું. લગભગ 10 મિનિટ પછી તે પાકિસ્તાનની બીકે ચક પોસ્ટ પર પરત ફર્યું હતુ. જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

આ સાથે જ ઘટનાને લઈને  સીઆરપીએફ, બીએસએફ, આર્મી અને એસઓજી દ્વારા સવારે 6.30 થી લગભગ 9 વાગ્યા સુધી આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ સાંબા સેક્ટરમાં સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે  પાકિસ્તાની ડ્રોન કઠુઆથી સાંબા સુધીની સરહદમાં ઘણી વખત ઘૂસણખોરી કરી ચૂક્યા છે.પહેલા પણ ઘણી વખત સાંબા જિલ્લામાં ડ્રોન દ્વારા શસ્ત્રો અને વિસ્ફોટકો મૂકી જવાની ઘટનાઓ બની છે. ત્યારે હવે આવી સ્થિતિમાં સુરક્ષાકર્મીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.