- પંજાબમાં મોડી રાતે પાકિસ્તાની ડ્રોન દેખાયું
- તપાસ કરતા બે નશીલા પ્રદાર્થના પેકેટ મળ્યા
ચંદીગઢઃ- દેશના રાજ્ય પંજાબબની સરહદ પાસે ઘુસણખોરી તથા ડ્રોન દેખાવાની ઘટના ઘણી વખત સામે આવતી રહેતી હોય છે,પાકિસ્તાન દ્રારા આ માર્ગે નશીલા પ્રદાર્થો પહોંચડવાનું કાવતરુ ઘડવામાં આવતું હોય છે ત્યારે વિતેલી રાતે લગભગ 12:50 વાગ્યે પંજગ્રેનમાં બીએસએફ જવાનોએ પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનનો અવાજ સાંભળ્યો. આ પછી જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું.
આ ઘટના બાદ જવાનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન, ડ્રોનમાંથી તે સ્થળ પર બે પીળા રંગના પેકેટ છોડ્યા. બીએસએફ જવાનોએ ગ્રામ ઘગ્ગર અને સિંઘોકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન અત્યાર સુધીમાં શંકાસ્પદ દવા સાથે પીળા રંગના બે પેકેટ મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 3 ફેબ્રુઆરીએ પંજાબના તરનતારનમાં એક પાકિસ્તાની નાગરિકે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સીમા સુરક્ષા દળના જવાનોની ચેતવણી પર પણ તે અટક્યો ન હતો. આ પછી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ઘૂસણખોરોને જવાનોએ ઠાર માર્યા હતા.