Site icon Revoi.in

પંજાબ સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યુઃ બીએસએફ જવાનોએ કર્યું ફાયરિંગ

Social Share

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે તેમજ પાકિસ્તાનના આતંકવાદીઓ હવે આધુનિક ટેકનોલોજી ડ્રોનની મદદથી હથિયારો અને ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન દેખાતા સતર્ક બની ગયેલા ભારતીય જવાનોએ ગોળીબાર કરતા ડ્રોન પરત જતું રહ્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર બીએસએફ અને પોલીસે પંજાબના ગુરદાસપુર પાસે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન વહેલી સવારે પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ડ્રોન આવતા જોવા મળ્યું હતું. જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રોનની ઉપર ગોળીબાર કર્યો હતો જેથી તે પરત પાકિસ્તાન ફર્યું હતું.

ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે 107 વખત આવા ડ્રોન ઉડતા જોવા મળ્યા છે, જ્યારે ગત વર્ષે આ સંખ્યા 97 હતી. આ વર્ષે પંજાબ ક્ષેત્રમાં જુલાઈ સુધીમાં 93 વાર ડ્રોન જોવા મળ્યો છે, જ્યારે જમ્મુ ક્ષેત્રમાં 14 વાર આવી ઘટનાઓ બની છે. પાકિસ્તાન તરફથી આવતા આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ મોટાભાગે નાર્કોટિક્સ, હથિયાર, વિસ્ફોટક સહિતની સામગ્રી પહોંચાડવા માટે કરવામાં આવે છે.