Site icon Revoi.in

પંજાબ સરહદ પાસે વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન દેખાતા BSFના જવાનોએ તોડી પાડ્યું – ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

Social Share

 

ચંદિગઢઃ-  પંજાબ સરહદ તથા જમ્મુ કાશ્મનીરની સરહદ પર પાકિસ્તાન દ્રારા અવાર નવાર ડ્રોન મોકલવાની ઘટના ઓ પ્રકાશમાં આવતી હોય છે પાકિસ્તાન ડ્રોનના માધ્યમથી હથિયારો અને નશીલા પ્રદાર્થોને સીમામાં પ્રવેશ કરાવે છે ત્યારે ફરી એક વખત પંજાબની સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું .

જાણકારી અનુસાર  બીએસએફના જવાનોએ ફિરોજપુર ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આજરોજ સોમવારે ચાર કિલોગ્રામ શંકાસ્પદ પ્રતિબંધિત પદાર્થો વહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ પહેલા બીએ,સએફના જવાનોને ફિરોઝપુર સેક્ટરમાં, પાકિસ્તાનથી  તરફથી કોઈ શંકાસ્પદ વસ્તુ ઉડવાનો અવાજ સંભળાયો. આ પછી, સીમા સુરક્ષા દળ તરત જ એલર્ટ થઈ ગયું અને ડ્રોન દેખાતાની સાથે જ તેના પર  ફાયરિંગ઼ કરવામાં આવ્યું અને તેને તોડી પડાયું.

પ્રાપ્ત માહિતી પ્રમાણેબીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે, ડ્રોન ઉડી રહ્યું હતું તે સમયે  જવાનોએ ડ્રોનનો અવાજ સંભાળ્યો ત્યારબાદ સવારે 3 વાગ્યાની આસપાસ ડ્રોનને ટ્રેસ કરવામાં આવ્યું હતું. તેઓએ ડ્રોનને તોડવા માટે ‘પેરા બોમ્બ’નો ઉપયોગ કર્યો હતો.

બીએસએફ દ્રારા મળતી માહિતી મુજબ ડ્રોન સાથે એક નાનકડી લીલા રંગની બેગ બાંમધેલી હતી અને તેમાં પીળા ફોઈલથી બાંધેલા ચાર પેકેટ અને એક નાનું પેકેટ કાળા ફોઈલથી બંધાયેલું જોવા મળ્યું હતું. શંકાસ્પદ પ્રતિબંધિત પદાર્થનું વજન પેકિંગ સાથે આશરે 4.17 કિલો હતું અને કાળા વરખમાં બંધાયેલા પેકેટનું વજન લગભગ 250 ગ્રામ હતું.