Site icon Revoi.in

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી નમ્રતાની હત્યા મામલે કરાંચીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન

Social Share

પાકિસ્તાનમાં સિંધી હિંન્દુ યુવતી નમ્રતા ચંદાનીની હત્યાનો વિરોધ પુરજોશમાં ચાલી રહ્યો છે,મોડી રાતે કરાંચીના રસ્તાઓ પર હજારો પ્રદર્શનકર્તાઓએ હત્યારાની ઘરપકડ કરવાની માંગણી કરી છે,મેડિકલની વિદ્યાર્થીની નમ્રતાની લાશ તેની હાસ્ટેલના રુમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,નમ્રતાની લાશ જોતા શંકાઓ સેવાઈ રહી હતી તેની હત્યા કરવામાં આવી છે,કારણ કે નમ્રતાના ગળામાં દોરડું બાંઘવામાં આવ્યું હતું એન તેના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે,નમ્રતાના ભાઈએ આરોપ લગાવ્યો છે કે તેની બહેનની હત્યા કરવામાં આવી છે.

મૃતક નમ્રતા ચંદાની પાકિસ્તાનના સિંધ પ્રાંતના લરકાનામાં મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતી હતી,જો કે,વિશ્વ વિદ્યાલયના પ્રશાસનકર્તાઓ શંકા જતાવી રહ્યા છે કે, નમ્રતાએ આત્મહત્યા કરી છે,જો કે તેના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે,નમ્રતા શહીદ મોહતરમા બેનઝીર ભૂટ્ટો મેડિકલ યૂનિવર્સિટીના બીબી આસિફા ડેંટલ કૉલેજની બીડીએસની અતિંમ વર્ષની વિદ્યાર્થીની છે.

આ હત્યાના વિરોધમાં કરાંચીમાં મોડી રાતે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવીને પ્રદર્શન કર્યું હતું, લોકોએ નમ્રતાની હત્યાના કેસની તપાસની માંગણી કરી છે,પ્રદર્શનકર્તાઓએ કહ્યું કે નમ્રતાની હત્યા કરવામાં આવી છે,તેમણે કહ્યું કે આરોપીઓની ઘરપકડ થવી જોઈએ.

આ હત્યાના વિરોધમાં મોડી રાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા,અને નમ્રતાને ન્યાય મળે તે માટે નારાઓ લગાવીને પ્રદર્શન કર્યું હતું.નમ્રતા ધોટકી જીલ્લાના મીરપુર મથેલો શહેરના એક મોટા વ્યાપારીક પરિવારથી સંબંધ ઘરાવે છે,તેની ડેડબૉડીને તેના પિતાના ઘરે મોકલવામાં આવી હતી,આજ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક હિંદૂ શિક્ષક સાથે પણ આરોપ લગાવીને મારપીટ કરવામાં આવી હતી.

નમ્રતાની પરિક્ષા ચાલી રહી હતી, તેના મોતના એક દિવસ પહેલાજ નમ્રતાએ પ્રથમ પેપરની પરિક્ષા આપી હતી,યૂનિવર્સિટીની રજીસ્ટ્રાર ડો,શાહીદાએ  ઘટનાનો રિપોર્ટ સિંધના મુખ્યમંત્રીને મોકલાવ્યો છે,મુખ્યમંત્રીએ આ ઘટના અંગે જીણવટ પુર્વક તપાસ કરવાના આદેશ આપ્યા છે.

નમ્રતાના ભાઈ વિશાલે સાફ શબ્દોમાં કહ્યું છે કે તેની બહેનની હત્યા કરવામાં આવી છે,તેમએ તેમની વાતમાં કહ્યું છે કે ઘટનાના બે કલાક પહેલા નમ્રતાએ તેની કૉલેજમાં મીઠી વહેચી હતી,એવું તો શું હી શકે કે આટલી ખુશ હવા છતા માત્ર બે કલાકમાં તેને મોત મળ્યું,આ વાતને લઈને જ નમ્રતાના ભાઈએ હત્યાની શંકા હોવા જણઆવ્યું છે.