Site icon Revoi.in

પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાની વિમાનોની ઘૂસણખોરીની કોશિશ ભારતીય વાયુસેનાએ બનાવી નિષ્ફળ

Social Share

પાકિસ્તાની વાયુસેનાના યુદ્ધવિમાનોએ ગુરુવારે ફરીથી ભારતીય વાયુસીમામાં ઘૂસણખોરીની કોશિશ કરી છે. પાકિસ્તાની યુદ્ધવિમાનોએ પુંછના મેંઢરમાં ઘૂસણખોરીની કોશિશ કરી છે. પાકિસ્તાનના યુદ્ધવિમાનોની ઘૂસણખોરીની કોશિશને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવી દીધી છે.

પાકિસ્તાનની સાથે તણાવના મામલે વડાપ્રધાન કાર્યાલયમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઈબી પ્રમુખ અને આર્મી ચીફ તથા વાયુસેનાધ્યક્ષ પણ સામેલ છે.

અહેવાલ મુજબ, પાકિસ્તાનના ફાઈટર જેટ્સ દ્વારા કૃષ્ણા ઘાટીમાં આવતા જમ્મુના પુંછ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરી હતી. પરંતુ ભારતીય વાયુસેનાએ સમયસર પાકિસ્તાની ફાઈટર જેટ્સને ખેદડયા હતા. જો કે હજી સુધી આના સંદર્ભે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આના પંદર  મિનિટ પહેલા જ કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાન તરફથી સીમા પારથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને તેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.