પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગરે શાજિયા ખશ્કે ઈસ્લામની સેવામાં જિંદગી વિતાવવા માટે ગાવાનું છોડયું
- પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગર શાજિયા ખશ્કે સિંગિગને કહી અલવિદા
- શાજિયા ખશ્કે ઈસ્લામની સેવામાં જિંદગી વિતાવવા ગાવાનું છોડયું
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગર શાજિયા ખશ્કે શોબિજને અલવિદા કહેતા કહ્યું છે કે હવે તે ગીત ગાશે નહીં. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, લાલ મેરી પત અને દાને પે દાના. જેવા ઘણાં મશઙૂર ગીતોની ગાયિકા ખશ્કેએ કહ્યુ છેકે તે હવે શોબિજ છોડી રહી છે.
શાજિયાએ કહ્યું છે કે તેણે સિંગિંગ છોડવાનો નિર્ણય એટલા માટે કર્યો છે, કારણ કે તે હવે પોતાની જિંદગી સંપૂર્ણપણે ઈસ્લામિક શિક્ષણને અનુરૂપ જીવવા ચાહે છે. તેમણે કહ્યુ છે કે હું નિર્ણય કરી ચુકી છું. મારે હવે પોતાની બાકીની જિંદગી ઈસ્લામની સેવામાં વિતાવવાની છે.
તેમણે અત્યાર સુધી તેમનું સમર્થન કરવા માટે પ્રશંસકોને ધન્યવાદ આપ્યો છે અને કહ્યું છે કે મને આશા છે કે તેમના તાજેતરના નિર્ણયનું પણ પ્રશંસક સમર્થન કરશે. તેમણે કહ્યું છે કે તે પોતાના નિર્ણયને બદલશે નહીં અને શોબિજમાં પાછો પગ નહીં મૂકે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિંધથી સંબંધ ધરાવતા શાજિયાએ સિંધીની સાથે ઉર્દૂ, પંજાબી, બલોચી, સરાઈકી અને કાશ્મીરી ભાષાઓમાં પણ ગીત ગાયા છે. તે દુનિયાના 45 દેશોમાં પોતાનો શૉ કરી ચુકી છે. તેની ઓળખ એક સૂફી ગાયિકાની સાથે એક સિંધી લોક કલાકાર તરીકેની પણ રહી છે.
આના પહેલા બોલીવુડ અભિનેત્રી ઝાયરા વસીમે ભારતમાં ઈસ્લામને કારણે અભિનયની દુનિયાને છોડવાનો નિર્ણય કર્યો હતો. 2016માં ઝાયરાએ દંગલ ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું અને ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારમાં તેને તેના કામ માટે ઘણી પ્રશંસા મળી હતી.