Site icon Revoi.in

વર્ષ 1971ની લડાઈમાં ભારતને સાથ આપનારા પાકિસ્તાની સૈનિક પદ્મ પુરસ્કારથી સમ્માનિતઃ જાણો કોણ છે આ વ્યક્તિ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનેક ખાસ હસ્તીઓને વિશેષ સન્માનથી સન્માનિત કર્યા હતા. આ વ્યક્તિઓમાંની એક હતા લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીર. જો કે લેફ્ટનન્ટ કર્નલ ઝહીર એક સમયે પાકિસ્તાની સૈનિક તરીકે કાર્યરત હતા, પરંતુ આજે જ્યારે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે, ત્યારે દરેકના મનમાં સવાલ થયસે કે પાકિસ્તાની સેનિકને પદ્મન સમ્માન શા માટે તો ચાલો જાણીએ તેમને મળેલા આ સમ્માનની સાચિ કહાનિ.

તેમના નામે દરેકનું ધ્યાન ખેંચ્યું. લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીર એ નામ છે જેને પાકિસ્તાન આજે નિઃશંકપણે નફરત કરે છે. લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીરે વર્ષ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનું સમર્થન કર્યું હતું અને આ યુદ્ધમાં ભારતે પાડોશી દેશને હરાવ્યો હતો.

આ સાહની વાત છે વર્ષ 1971ના માર્ચ મહિનાની. પાકિસ્તાની સેનાનો એક સૈનિક, જેની પોસ્ટિંગ સિયાલકોટ સેક્ટરમાં હતી, તે અચાનક સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી ગયો હતો. તેના શૂજમાં કેટલાક કાગળો અને નકશા રાખવામાં આવ્યા હતા. તે સમયે સરહદ પર તૈનાત ભારતીય જવાનોએ તેને પાકિસ્તાની જાસૂસ સમજીને તરત જ પકડી લીધો હતો.

ત્યાર બાદ તેમને ટૂંક સમયમાં જ  પઠાણકોટ લઈ જવામાં આવ્યા અને અહીં વરિષ્ઠ અધિકારીઓએ તેની પૂછપરછ અને જવાબો આપ્યા. તે સમયે, આ 20 વર્ષીય પાકિસ્તાની સૈનિકે ભારતીય અધિકારીઓને પાકિસ્તાની સેનાની સ્થિતિ વિશેની માહિતીથી ભરેલા દસ્તાવેજો સોંપ્યા હતા. ભારતીય અધિકારીઓ ને એ બાબત સમજા ગઈ હતી કે વાત કંઈક ખાસ છે.

1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ફટકો આપનાર આ જવાન બીજું કોઈ નહીં પણ લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીર હતા. આ ઘટના બાદ પાકિસ્તાની સૈનિકને દિલ્હી લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યો હતો. અહીં તેણે ઘણા મહિનાઓ વિતાવ્યા અને મુક્તિ બહિનીમાં ગેરિલા લડાઈની યુક્તિઓ શીખવી જેથી પાકિસ્તાની સૈનિકોને માત આપી શકાય. 1971ના યુદ્ધમાં કર્નલ ઝહીરે ભારતનો સાથ આપ્યો અને પાકિસ્તાની સૈનિકોને માત મળી ,આ સાહસ અને વીરતાના કારણે આજે તેમને પદ્મ સમ્માનથી સમ્માનિત કરાયા છે.