Site icon Revoi.in

કચ્છમાં કાર્યરત BSFની જાસુસી કરતો પાકિસ્તાની જાસુસ ઝડપાયો, ATSની ટીમે તપાસ આરંભી

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બીએસએફ કેમ્પસમાંથી ભારતીય સુરક્ષા જવાનો અને સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીની જાસુસી કરીને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને મોકલી આપનાર પાકિસ્તાની જાસુસને ગુજરાત ત્રાસવાદી વિરોધી દળે ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ જાસુસ બીએસએફના એક યુનિટમાં પ્યુન તરીકે કામ કરતો હોવાનું જાણવા મળે છે. ગુજરાત એટીએસની ટીમે જાસુસની સામે ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે ચોક્કસ બાતમીના આધારે નિલેશ નામની એક વ્યક્તિની અટકાયત કરી હતી. નિલેશ કચ્છમાં બીએસએપ કેમ્પસમાં કાર્યરત એક યુનિટમાં પ્યૂન તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. આ વ્યક્તિઓ ભારતની સુરક્ષાને લગતી માહિતી પાકિસ્તાનમાં એક્ટિવ પોતાના હેન્ડલરને મોકલતો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં એક માહિતી માટે તેને રૂ. 25 હજાર જેટલી રકમ આપવામાં આવતી હતી.

BSFની એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતો વ્યક્તિ પાકિસ્તાન સુધી ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હોવાની જાણ ગુજરાત ATSને મળી હતી. પાકિસ્તાન પોતાના એક હેન્ડલર દ્વારા ગુજરાતના BSFના એક યુનિટમાં કામ કરતા વ્યક્તિ પાસેથી માહિતી મગાવતુ હતુ. ગુજરાત ત્રાસવાદી વિરોધી દળે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય શખ્સોની પણ તપાસ આરંભી છે.