વર્લ્ડકપમાં સતત હારથી પાકિસ્તાની ટીમના ખેલાડીઓ હતાશ, બે ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી
નવી દિલ્હીઃ આસીસી વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ ભારત ઉપરાંત ગઈકાલે અન્ય હરિફ અફઘાનિસ્તાન સામે હારતા બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ટીમમાં આતંરીક તકરાર હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ટીમમાં આતંરીક લડાઈ અને કલહનો દાવો અન્ય કોઈ નહીં પરંતુ પાકિસ્તાની મીડિયાએ કર્યો છે. જો કે, પાકિસ્તાની ટીમમાં કોઈ મતભેદ કે તકરાર હોવાનો પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈન્કાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે પરાજય બાદ બાબર આઝમની આગેવાની હેઠળની ટીમમાં આંતરિક ખેંચતાણ ચાલતી હોવાનું સામે આવ્યું છે. સતત હારથી હતાશ બે ખેલાડીઓ વચ્ચે તકરાર થયાનું અને ઝપાઝપી થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાની ટીમમાં જૂથ બંધી હોવાની અટકળો વહેતી થઈ છે. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ તમામ આક્ષેપો ફગાવીને ટીમમાં કોઈ પણ પ્રકારની તકરાર હોવાનો ઈન્કાર કર્યો છે. તેમજ જો દાવા સાચા હોય તો તેને પુરવાર કરવા માટે ચેલેન્જ આપવામાં આવી છે.
વર્લ્ડકપમાં પાકિસ્તાન અત્યાર સીધીમાં પાંચ મેચ રમ્યું છે. જે પૈકી બેમાં વિજય થયો છે. જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે પરાજ્ય થયો છે. ભારત બાદ અફઘાનિસ્તાન સામે પાકિસ્તીની ટીમનો પરાજ્ય થતા પૂર્વ ખેલાડીઓ દ્વારા બાબર આઝમની કેપ્ટનશીપ ઉપર સવાલ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પાકિસ્તાનની પ્રજા પોતાની ટીમ ઉપર માછલા ધોઈ રહી છે. હવે પાકિસ્તાનની આગામી સફર વધારે કપરી લાગી રહી છે.