- સાઉદીમાં ચીનની વેક્સિન લગાવનારા પાકિસ્તાની નાગરિક પર પ્રતિબંધ
- સાઉદીમાં 4 વેક્સિનને મળી છે એપ્રુવલ
- પાકિસ્તાનને વધુ એક ફટકો
દિલ્લી: દુનિયાના તમામ દેશોમાં કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ કેટલાક દેશ આવવા માટે પરવાનગી આપી રહ્યા છે. આવા સમયમાં સાઉદી અરબે પાકિસ્તાનને વધુ એક ફટકો માર્યો છે.
સાઉદી આરબ જવાની તૈયારી કરી ચુકેલા પાકિસ્તાની નાગરિકોની આશા પર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પ્રશાસને પાણી ફેરવી દિધું છે. પાકિસ્તાનના વડાપ્રધાન રવિવારે રાત્રે જ સાઉદી આરબના ત્રણ દિવસના સરકારી પ્રવાસેથી પરત ફર્યા છે અને જે પછી તરત જ સાઉદીએ નવી જાહેરાત કરી છે.
સાઉદીએ કહ્યું કે તેઓ તે પાકિસ્તાનીઓને કોઈ પણ પ્રકારના વીઝા ઈશ્યૂ નહીં કરે જેઓએ ચીનમાં બનેલી વેક્સિન લગાવી છે. તેનું કારણ એ છે કે સાઉદી રેગ્યુલેટરે ચીનની સાઈનોવેક અને સાઈનોફાર્મ વેક્સિનને મંજૂરી નથી આપી. જો કે ચીને વેક્સિન ડિપ્લોમસી અંતર્ગત આ વેક્સિન સાઉદી મોકલી હતી.
મોટા ભાગના દેશોમાં 2થી 4 જેટલી વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે અને સાઉદીમાં પણ ત્યાંની સરકારે અત્યાર સુધી માત્ર ચાર વેક્સિનને જ મંજૂરી આપી છે જેમાં ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને જોનસન એન્ડ જોનસન. જેમાંથી જોનસન એન્ડ જોનસનની વેક્સિન સિંગલ શોટ છે, એટલે કે તેનો એક જ ડોઝ લાગે છે. બાકી ત્રણેય વેક્સિનના ડબલ ડોઝ આપવામાં આવે છે.
ચીન ભલે જ પોતાની બંને વેક્સિનના ડોઝ સાઉદી આરબને મોકલ્યા છે, પરંતુ તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. માત્ર સાઉદી આરબ જ નહીં, ચીને અન્ય ખાડી દેશોને પણ પોતાની વેક્સિન મોકલી હતી, પરંતુ હજુ સુધી આ દેશોના રેગ્યુલેટર્સે તેને મંજૂરી આપી નથી.