પશ્ચિમ બંગાળમાં યુએસ કોન્સ્યુલેટ નજીકથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ
- મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતા કરાઈ અટકાયત
- મહિલાના ભારતીય યુવાન સાથે મહિલાએ કર્યાં છે લગ્ન
- જાન્યુઆરી 2024માં મહિલના વિઝાની પૂર્ણ થાય છે મુદત
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના હો ચી મિન્હ સારણીમાં યુએસ કોન્સ્યુલેટ પાસેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં એક પાકિસ્તાની મહિલાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મહિલાની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે. મહિલાની એક કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને છોડી દેવામાં આવી હતી. કોલકાતા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે સીસીટીવીમાં મહિલાને ચાલતી જોઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે મહિલા એક બ્યુટિશિયન છે જેણે સ્થાનિક પુરુષ સાથે લગ્ન કર્યા છે. મહિલા ડિસેમ્બર 2021માં ભારત આવી હતી. તેણીએ અમને જણાવ્યું કે તે શા માટે તે જગ્યાએ ફરતી હતી. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. તેણે જે પણ કહ્યું તેની ખરાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલાનો ભારતીય વિઝા જાન્યુઆરી 2024 સુધી માન્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ વિરોધી તત્વોને ઝબ્બે કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેથી જાહેર અને ખાનગી સ્થળો ઉપર સઘન નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સરહદ ઉપર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી આતંકવાદીની ઘુસણખોરીને અટકાવી શકાય. સુરક્ષા જવાનોએ તાજેતરમાં જ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો.