આતંકીઓને ભારતમાં ઘુસવામાં પાકિસ્તાનની BAT કરી રહી હતી મદદ, ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં થયેલા હુમલાને લઈને સેનાએ મોટું નિવેદન આપ્યું છે. સેનાનું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલામાં એક પાકિસ્તાની જવાન માર્યો ગયો અને બે ઘાયલ થયા.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ આતંકવાદીઓના એક જૂથને ભારતીય વિસ્તારમાં ઘૂસવામાં મદદ કરી રહી હતી.ત્યારબાદ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓનો સામનો કર્યો હતો. જેમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવી આશંકા છે કે કેટલાક આતંકવાદીઓ જંગલ તરફ ભાગી ગયા છે.
જમ્મુ અને કાશ્મીરમાં, છેલ્લા કેટલાક અઠવાડિયાથી, જમ્મુ અને કાશ્મીરના કોઈને કોઈ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સેનાએ તાજેતરમાં એલઓસી પર ઘૂસણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
ત્રણ દિવસમાં બીજુ ઘર્ષણ
છેલ્લા ત્રણ દિવસમાં કુપવાડામાં આ બીજુ ઘર્ષણ છે. આમાં કુમકરી વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન થયું હતું. સંભવિત આતંકવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુમકરી વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું.. સુરક્ષા દળોને અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું .આમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે.
23મી જુલાઈએ પણ ઘર્ષણ થયું હતું
કુપવાડામાં મંગળવારે (23 જુલાઈ) પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. જેમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. જ્યારે સુરક્ષાદળોએ ત્યાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પહાડી જિલ્લાઓના ઉપરના વિસ્તારોમાં 40 થી 50 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી સામે આવી છે. ત્યારથી સુરક્ષા દળો તેમની ધરપકડ માટે અભિયાન ચલાવી રહ્યા છે.