Site icon Revoi.in

કાશ્મીરમાં જી 20ની બેઠકને લઈને પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ,જાણો શું કહ્યું વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતની વિરુદ્ધમાં

Social Share

દિલ્હીઃ- ભારત આ વર્, દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ આ સંબર્ભે દેશના 200થી વધુ જાણીતા શહેરોમાં જીદી જૂદી બેઠકો પણ યોજાઈ રહી છે ત્યારે ભારતે જી 20ના પ્રતિનિધિઓની એક ખાસ બેઠક જમ્મુ કાશ્મીરમાં પણ યોજી છે જો કે આ બેઠકને લઈને ચીન તથા પાકિસ્તાન નાનાઝ છે ત્યારે પાકિસ્તાનમાં  પેટમાં આ બેઠકને લઈને  દુખાવો ઉપડ્યો છે વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટોએ ભારત સામે ઝેર કાઢ્યું છે.

વિગત પ્રમાણે  પાડોશી દેશના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રવિવારે કહ્યું કે ભારત કાશ્મીરમાં G20 બેઠક યોજીને ‘કાશ્મીરના લોકોનો અવાજ દબાવવા’માં સફળ નહીં થાય. ઉલ્લેખનીય છે કે આજથી બે દિવસીય, શ્રીનગર ખાતે ત્રીજી G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરી રહ્યું છે. પહેલી બેઠક ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણમાં અને બીજી એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં યોજાઈ હતી.

એક સમાચાર રિપોર્ટ પ્રમાણે પોતાની ત્રણ દિવસીય મુલાકાતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK)માં ઉતર્યા બાદ મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રી બિલાવલે કહ્યું કે,’ભારત માટે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું ઉલ્લંઘન કરીને વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવવી શક્ય નથી.’

ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં G20 ની વર્ષભરની અધ્યક્ષતા સંભાળી હતી અને હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં નવી દિલ્હીમાં નેતાઓની સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. પાકિસ્તાને કાશ્મીરમાં G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજવાના નવી દિલ્હીના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરી છે, તેને “સ્વાર્થી ચાલ” ગણાવી છે.જેથી પાકિસ્તાન સતત ભારત વિરુ્ધ બકવાસ કરતું રહે છે.માત્ર પાકિસ્તાન જ નહી ચીનને પણ આ વાત રાસ આવી નથી,એટલા માટે તેણે આ બેઠકથી દૂરી બનાવી લીધી છે.ચીનનું કહેવું છે કે વિવાદીત સ્થળ પર યોજાનારી બેઠકનો અમે ભાગ નહી બનીએ.