Site icon Revoi.in

પાકિસ્તાનની આર્થિક સ્થિત લથડીઃ 38 વસ્તુઓના આયાત ઉપર લગાવ્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા બાદ હવે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ સારી નહીં હોવાનું સામે આવ્યું છે. ઈમરાન ખાન સરકાર પડી ભાગતા નવા બનેલા પીએમ શહબાઝ શરીફે વિદેશી મુદ્રાની બચત માટે કેટલીક બિન-ઉપયોગી અને મોજશોખની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મોબાઈલ ફોન, મોટરકાર, ધરેલુ ઉપકરણો અને હથિયાર જેવી વસ્તુઓના આયાત ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વડાપ્રધાન શરીફે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ નિર્ણયથી દેશમાં વિદેશી મુદ્રાની બચત થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકી ડોલરની સામે પાકિસ્તાની રૂપિયાની હાલત હાલ ખુબ ખરાબ છે, એક ડોલરની કિંમત લગભગ 200 પાકિસ્તાની રૂપિયા બરાબર છે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબએ કહ્યું હતું કે, જે વિદેશી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં કાર, ફોન, સુકો મેવો, માંસ, ફળ, ફર્નિચર, હથિયાર, મેકઅપ, શેમ્યુ, સીગારેટ અને સંગીત વાધ્યયંત્ર ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ વસ્તુઓનો સામાન્ય વ્યક્તિઓ વધારે વપરાશ કરતા નથી.

શહબાઝ શરીફે ટ્વીટ કર્યું હતું કે, આપણે આત્મસંયમ સાથે આપણા પ્રયાસો કરવા જોઈએ, દેશમાં આર્થિક રૂપે મજબુત લોકો સરકારના આ પ્રયાસમાં આગળ આવીને નેતૃત્વ કરે જેથી વંચિત લોકો પર ઈમરાન સરકારે નાખેલા બોજ હટાવી શકાય. પાકિસ્તાન આ પડકારોનો સામનો પુરી મજબુતી સાથે કરશે.