- ભારતની યાત્રા સકારાત્મક અને ફાયદાકારક રહી
- પાકિસ્તાનના વિદેશમંત્રીએ ભારતની યાત્રા પર આપ્યું નિવેદન
દિલ્હીઃ તાજેતરમાં થોડા દિવસ અગાઉ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો ભારતની મનુલાકાતે આવ્યા હતા, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એ આ મુલાકાત પર પોતાનું નિવેદન આપ્યું છે.
ઝરદારીએ કહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં ભારતમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય તેમના દેશ માટે “ઉત્પાદક અને સકારાત્મક” સાબિત થયો છે.ઉલ્લેખનીય છે કે બિલાવલ ભૂટ્ટોએ SCO મીટિંગમાં ભાગ લેવા માટે 4 મેના રોજ ગોવાની યાત્રા કરી હતી, જે 2011 પછી વરિષ્ઠ પાકિસ્તાની નેતાની ભારતની પ્રથમ મુલાકાત હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશ બાબતોની સેનેટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકને સંબોધતા બિલાવલે ગુરુવારે કહ્યું હતું કે તેમના મંત્રાલય માટે પાકિસ્તાનનો કેસ અને તેના દૃષ્ટિકોણને માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય SCO સહભાગી દેશો સમક્ષ પણ રજૂ કરવું મહત્વપૂર્ણ છે.
જો કે તેમણે કાશઅમીર મુદ્દે પણ કહ્યું હતું તેમણે “જ્યાં સુધી કાશ્મીર મુદ્દો, ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ અને બહુપક્ષીયતા સંબંધિત જવાબદારીઓનો સંબંધ છે, ભારતની મુલાકાત પછી મારું નિષ્કર્ષ એ છે કે આ કાર્યક્રમમાં હાજરી આપવાનો નિર્ણય ફળદાયી અને સકારાત્મક હતો.
આ સહીત બિલાવલે કહ્યું કે પાકિસ્તાન દેશના હિતમાં આતંકવાદ સામે લડવા માંગે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન વર્ષ 2026-27માં SCO સમિટનું આયોજન કરશે. બિલાવલે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય વિદેશ મંત્રી આ સંમેલનમાં ભાગ લેશે.આ રીતે તેમણે પોતાની યાત્રાને સફળ ફાયદાકારક ગણાવી હતી.