- પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારત આવશે
- SCO ની બેઠકનો બનશે ભાગ
દિલ્હીઃ- પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો SCOની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવશે. આજરોજ ગુરુવારે આ અંગે સરકારી સુત્રો પાસેથી માહિતી આપવામાં આવી હતી. જાણકારી પ્રમાણે તેઓ આવતા મહિને ભારતની મુલાકાત લેશએ
આ સહીત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો મે મહિનામાં શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાત લેશે તેવી માહિતી આપી છે.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવામાં યોજાનારી SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ 2014 માં જ્યારે તેઓ પ્રથમ વખત વડા પ્રધાન બન્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે નવી દિલ્હીની મુલાકાત લીધા બાદ કોી પાકિસ્તાની નેતા ભારત આવ્યું નથી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી હાલમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. ગયા વર્ષે એપ્રિલમાં શહેબાઝ શરીફની સરકાર રચાયા બાદ તેઓ 33 વર્ષની ઉંમરે પાકિસ્તાનના “સૌથી યુવા” વિદેશ મંત્રી બન્યા હતા. બિલાવલ ભુટ્ટોને 2007માં તેમની માતાની હત્યા બાદ પીપીપીની લગામ વારસામાં મળી હતી. તે સમયે તેઓ માત્ર 19 વર્ષના હતા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની ક્રાઈસ્ટ ચર્ચ કોલેજમાં અભ્યાસ કર્યો છે.